‘નાગિન’ બનીને આ એક્ટ્રેસના કરિયરને થયો ફાયદો, શું હવે Tejasswi Prakashને થશે ફાયદો
Ekta Kapoor Show Naagin: એકતા કપૂરના શો નાગિનથી અનેક એક્ટ્રેસના કરિયરને કિક મળી છે. હંમેશાથી દર્શકો તરફથી આ શોને રિએક્શન મળે છે. મૌની રોય, સુરભિ ચંદનાથી લઇને અદા ખાન સુધીની નાગિન સીરિઝે કિસ્મત ચમકાવી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગિન સીરિઝ જ્યારે શરૂઆત થઇ હતી ત્યારે એકતા કપૂરે મૌની રોયને કાસ્ટ કરી હતી. મૌની રોય નાગિનના રોલમાં એટલી ફિટ બેઠી ગઇ હતી કે તમામ સીઝનમાં તેની એક ઝલક મળી જતી હતી.
નાગિન 3માં બેલાની ભૂમિકા બનીને સુરભિ જ્યોતિને પોતાના કરિયરે નવી ઉંચાઇ આપી હતી. આ સીરિઝમાં કામ કર્યા બાદ તેની ફેન ફોલોઇંગ વધી ગઇ હતી.
નાગિન 5માં હિના ખાને કેમિયો કર્યો હતો. ટીવીની જાણીતી વહુ જ્યારે નાગિન બનીને લોકો સામે આવી તો લોકોએ ખૂબ પસંદ કરી હતી.
અનીતા હસનંદાનીની એકતા કપૂરે ત્રીજી સીઝનમાં એન્ટ્રી કરાવી હતી. લોકોએ અનીતાને નાગિનના રૂપમાં ખૂબ પસંદ કરી હતી.
કરિશ્મા તન્નાએ નાગિન-3માં રૂહીની ભૂમિકા નિભાવી હતી. નાગિનના રૂપમાં લોકોએ કરિશ્માને ખૂબ પસદ કરી હતી.
નાગિન સીરિઝની બે સીઝનમાં અદા ખાન જોવા મળી હતી. પોતાની એક્ટિંગથી લોકોના તેણે દિલ જીતી લીધા હતા.
નિયા શર્માના નાગિન 4માં નાગિન બનીને એન્ટ્રી લીધી હતી. જોકે લોકોએ તેને એટલી પસંદ કરી નહોતી. પરંતુ ત્યારબાદ નિયાને અનેક ઓફર્સ મળી હતી.
નાગિન 5માં સુરભિ ચંદનાએ બાની બનીને એન્ટ્રી લીધી હતી. આ શોમાં સુરભિ અને શરદ મલ્હોત્રાની જોડી લોકોને પસંદ આવી હતી.
બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ હવે જલદી નાગિન 6માં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે નાગિન સીરિઝ તેજસ્વીના કરિયર માટે કેટલું ફાયદાકારક રહે છે.