Television : પૂર્વ પતિ રાજા ચૌધરી પર શ્વેતા તિવારીએ લગાવ્યા હતા ગંભીર આરોપ, દિકરી પલક પણ બની હતી શિકાર
બે લગ્ન અને છૂટાછેડાને કારણે અભિનેત્રીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એક સમય એવો હતો જ્યારે શ્વેતા તિવારીને તેના બાળકો માટે કોર્ટમાં જવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'કસૌટી ઝિંદગી કી' જેવા સુપરહિટ શોમાં 'પ્રેરણા' બનીને દિલો પર રાજ કરનારી શ્વેતા એક મિત્ર દ્વારા રાજા ચૌધરીને મળી અને ત્યાર બાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને રોમાંસ ખીલ્યો.
બાદમાં તે દિવસોમાં ટીવીની સુપરહિટ હિરોઈન શ્વેતાએ 23 ડિસેમ્બર, 1998ના રોજ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ તેના જીવનમાં એક દુઃસ્વપ્ન બની ગયો.
શ્વેતાએ મીડિયામાં ખુલાસો કર્યો હતો કે, રાજા દારૂ પીને તેને મારતો હતો. 2007માં શ્વેતાએ રાજા પર દારૂ પીધા બાદ મારપીટ કરવાનો આરોપ લગાવીને સનસનાટી મચાવી હતી.
આટલું જ નહીં, અભિનેત્રીએ કહ્યું હતું કે, રાજા ચૌધરી તેની પુત્રી પલક તિવારી સાથે પણ હિંસક હતો. તે માત્ર શ્વેતાને જ નહીં પરંતુ દીકરીને પણ ખરાબ રીતે મારતો હતો, જેના કારણે જીવન નર્ક બની ગયું હતું.
શ્વેતાએ દીકરીને તેના પિતા સાથે સુરક્ષિત નહોતી અનુંભવતી. લગ્નના 7 વર્ષ બાદ અભિનેત્રીએ તેના પતિ રાજા ચૌધરીથી 10 ઓક્ટોબર 2012ના રોજ છૂટાછેડા લીધા હતા.
પ્રથમ લગ્ન તૂટ્યા બાદ શ્વેતા તિવારીએ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા અને તે પણ નિષ્ફળ રહ્યા હતા. આ લગ્નથી શ્વેતાને એક પુત્ર છે.
બે લગ્ન અને છૂટાછેડા બાદ આજે શ્વેતા તિવારી આ આઘાતમાંથી બહાર આવી છે અને હાલ તે વૈભવી જીવન જીવે છે. તેની પુત્રી પલક તિવારી પણ ગ્લેમરસ દુનિયામાં ચમકી રહી છે.