In Pics: બૉલીવુડના આ હીરો પર મરતી હતી Niti Taylor, પતિથી છુપાવીને કરતી રહેતી હતી મેસેજ, હવે ખુલ્યુ રાજ
Niti Taylor Latest Photos: ટીવી એક્ટ્રેસ નીતિ ટેલરે સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આની સાથે તેને જે કેપ્શનમાં લખ્યુ છે, તેને તમામ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘કૈસી યૈ યારીયાં’ ફેમ ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની ક્યૂટ પિક્ચર્સથી ફેન્સના દિલ પીગળાવી દેછે.
તાજેતરમાં જ નીતિ ટેલરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી છે, તસવીરોમાં તેને પોતાનો કાતિલ અંદાજ બતાવ્યો છે, ફેન્સ આ અંદાજના દિવાના બની ગયા છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ નીતિ ટેલર ટ્રેડ઼િશનલ લૂકમાં દેખાઇ રહી છે. તેને ગ્રીન કલરનો લેંઘો પહેરેલો છે, એક્ટ્રેસે પોતાના લૂકને બંગળીઓ અને ઇયરરિંગ્સથી પુરો કર્યો છે.
લહેરાવતી ઘૂંઘરાળા વાળ, ગુલાબી ગાલ, ન્યૂડ પિન્ક લિપશેડમાં નીતિ ટેલર એકદમ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસની સ્માઇલે તેના નૂરમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
નીતિ ટેલરે સુંદર તસવીરોની સાથે એક મજેદાર કેપ્શન પણ લખ્યુ છે, જેમાં તેને ખુદની પૉલ પટ્ટી ખોલી દીધી છે.
કેપ્શનમાં લખ્યુ છે- એક નીતિ હતી દિવાની સી, એક શાહિદ (કપૂર) પર તે મરતી હતી, ચોરી ચોરી ચુપકે ચુપકે મેસેજ કર્યા કરતી હતી, કંઇક કહેવુ હતુ કદાચ તેને, પરંતુ હસબન્ડથી તે ડરતી હતી.
નીતિ ટેલરની આ પૉસ્ટ પર શાહિદ કપૂરે રિએક્શન આપ્યુ છે, તેને એક્ટ્રેસની પૉસ્ટને લાઇક કરી છે.
ઉલ્લેખનીય છે કે, નીતિ ટેલરે પોતાના બાળપણના દોસ્ત પરીક્ષિત બાવા સાથે વર્ષ 2020માં લગ્ન કરી લીધા હતા, પરીક્ષિત એક આર્મી ઓફિસર છે.