એ ટીવી એક્ટ્રેસ જેમણે બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, આજે જીવે છે લક્ઝરી લાઇફ
ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી જાણીતી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન માટે એક્ટર નહીં પણ બિઝનેસમેનને પસંદ કર્યા અને આજે તેઓ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી એક્ટ્રેસ ટીવી શો મારફતે ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવે છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઈંગ લાખો અને કરોડોમાં છે. આ અહેવાલમાં અમે તમને એવી અભિનેત્રીઓની જાણકારી આપી રહ્યા છીએ જેણે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને લક્ઝરી લાઈફ જીવી રહી છે.
અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ લગ્ન માટે બિઝનેસમેન વિકી જૈનની પસંદગી કરી છે. બંનેની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રિપોર્ટ અનુસાર, વિક્કીની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયા છે.
આ લિસ્ટમાં અભિનેત્રી આમના શરીફનું નામ પણ સામેલ છે. તેણીએ ફિલ્મ નિર્માતા અમિત કપૂર સાથે લગ્ન કર્યા છે. અમિત એક પ્રખ્યાત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.
ટીવી સીરિયલ 'અનુપમા'માં જોવા મળેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં આખા દેશના લોકોના દિલ પર રાજ કરી રહી છે. રૂપાલીએ તેના બાળપણના મિત્ર અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા છે. જે એક બિઝનેસમેન છે.
બાલિકા વધુ ફેમ અભિનેત્રી નેહાએ પણ પટના સ્થિત બિઝનેસમેન આયુષ્માન અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે. આ બંનેના એરેન્જ્ડ મેરેજ છે.
કરિશ્મા પણ ટીવીનો ફેમસ ચહેરો છે. તેણે મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બંગેરા સાથે સાત ફેરા લીધા છે.