તેજસ્વી પ્રકાશથી લઇને શહનાઝ ગિલ સુધી, Bigg Boss બાદ આ એક્ટ્રેસના લૂકમાં થયો ઘણો ફેરફાર
તેજસ્વી પ્રકાશ, સપના ચૌધરી, શહેનાઝ ગિલ, આરતી સિંહ 'બિગ બોસ' સ્પર્ધક રહી ચૂકી છે. તમામ એક્ટ્રેસને બિગ બોસથી ઘણી લોકપ્રિયતા મળી છે.'બિગ બોસ 15' વિજેતા તેજસ્વી પ્રકાશ હવે એકતા કપૂરની પ્રખ્યાત સીરિયલ 'નાગિન 6'નો ભાગ છે. અભિનેત્રીએ શો જીત્યા બાદ પોતાના શરીરને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરી છે. (All Photo Credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહનાઝ ગિલનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 'બિગ બોસ 13'ની લોકપ્રિયતા બાદ શહનાઝનો લૂક ઘણો બદલાઈ ગયો છે. આ સાથે ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. (All Photo Credit: Instagram)
હરિયાણાની ફેમસ ડાન્સર સપના ચૌધરી પણ ઘણી બદલાઇ ગઇ છે. સપનાની ગ્લેમરસ તસવીરોના ચાહકો સતત વખાણ કરતા રહે છે. (All Photo Credit: Instagram)
'બિગ બોસ 12'નો ભાગ રહી ચૂકેલી સબા ખાને ઘણું વજન ઘટાડ્યું છે. સબા હવે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. (All Photo Credit: Instagram)
'બિગ બોસ 11'માં જ્યોતિ કુમારી નામની સ્પર્ધક સાદા કપડામાં વાળ બાંધેલી જોવા મળી હતી, પરંતુ શો પછી જ્યોતિના મેકઓવરથી ફેન્સ ચોંકી ગયા હતા. (All Photo Credit: Instagram)
'બિગ બોસ 12'નો ભાગ રહી ચૂકેલી સોમી ખાન તેની બહેન સબા ખાન સાથે ઘરની અંદર આવી હતી. આ શોના કારણે એક સામાન્ય છોકરીને રાતોરાત ફેમસ થઇ ગઇ હતી. (All Photo Credit: Instagram)
'બિગ બોસ 13' પછી આરતી સિંહ પણ જીમમાં પરસેવો પાડતી જોવા મળી હતી. હવે તે ફિટ થઇ ગઇ છે. ગોવિંદાની ભત્રીજી અને કૃષ્ણા અભિષેકની બહેન આરતીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તણાવમાં વધુ ખાતી હતી પરંતુ હવે તે ફિટ અને ખુશ છે.(All Photo Credit: Instagram)