Erica Fernandes Pics: ટીવી પર સિમ્પલ રહેતી એરિકા ફર્નાંડિસે બતાવ્યો ગ્લેમરસ લુક, જુઓ ફોટો...
ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસ નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અલગ-અલગ અવતાર ફેન્સ સાથે શેર કરતી રહે છે. સ્ક્રીન પર સીધી-સાદી પ્રેરણાની ભૂમિકા ભજવનાર એરિકાના ફોટો જોઈએ પછી ખ્યાલ આવે કે તે ખરેખર કેટલી સ્ટાઇલિશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરિકા ફર્નાન્ડિસ ક્યારેક તેના એથનિક લુકથી બધાને પ્રભાવિત કરે છે તો ક્યારેક તેના કાતિલ અંદાજથી બધાને ચોંકાવી દે છે. પરંતુ આ વખતે તેણે પોતાની શાનદાર સ્ટાઈલ બતાવી છે.
લીલા-પીળા ફ્લોરલ કો-ઓર્ડ સેટ ડ્રેસમાં એરિકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. કોલ્ડ શોલ્ડર ટોપ પહેરીને એરિકા શાનદાર ફોટોશૂટ કરાવી રહી છે.
એરિકાને ફોટો ક્લિક કરવાનું પસંદ છે. એરિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તેની મનમોહક ઝલકના ફોટો જોવા મળતા હોય છે.
એરિકાએ ખૂબ જ ઓછા સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી છે. એરિકાએ પોતાના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી.
આ સાથે એરિકાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. એરિકાએ બબૂલ હેપ્પી હૈ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.