Pics: એક્ટ્રેસે કર્યા બીજા લગ્ન, પતિ સાથે ભરપૂર રોમાન્સમાં ડુબી એક્ટ્રેસ, આપ્યા આવા પૉઝ
Aditi Rao Hydari-Siddharth Romantic Pics: અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થે તાજેતરમાં જ રાજસ્થાનમાં બીજા લગ્ન કર્યા છે. હવે લગ્ન બાદ આ કપલ એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીઓ અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ બી-ટાઉનમાં ચાહકોના પ્રિય કપલમાંથી એક છે. બંનેની કેમેસ્ટ્રી અને સાદગી ચાહકોને પસંદ છે. તાજેતરમાં જ બંનેએ રાજસ્થાનમાં ફરી લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પછી, આ નવવિવાહિત યુગલ એકબીજા સાથે આરામદાયક જોવા મળ્યું હતું. નીચેની તસવીરો જુઓ....
અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ આ દિવસોમાં તેમના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. બંનેના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. લગ્ન પછી કપલે રાજસ્થાનમાં એક સુંદર લૉકેશન પર એકબીજા સાથે શાહી ફોટાશૂટ કરાવ્યા.
અદિતી રાવ હૈદરીએ હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોશૂટની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ લેટેસ્ટ ફોટોઝમાં અદિતી અને સિદ્ધાર્થ ફરી એકવાર ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અદિતી નવાબી લૂકમાં જોવા મળી હતી. આ ફોટોશૂટ માટે અદિતીએ ભારે શરારા સૂટ પહેર્યો છે. તેણે સફેદ કુર્તા સાથે બ્લેક પ્રિન્ટેડ શરારા પહેર્યો હતો.
અદિતીએ વાંકડિયા વાળ, કપાળ પર બિંદી, સેટલ મેકઅપ અને કાનમાં મોટી બુટ્ટી પહેરીને પોતાનો લૂક પૂર્ણ કર્યો છે. આ ફોટોશૂટમાં અદિતી અને સિદ્ધાર્થ એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. જેઓ કેમેરા સામે પોતાના હાથ સાથે પૉઝ આપી રહ્યા છે.