Uorfi Javedએ ખોલ્યા તેની લાઇફના અનેક રહસ્યો, કહ્યુ- કેવી રીતે સ્ટાફ મેમ્બરે કરી હતી છેતરપિંડી?
ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે તાજેતરમાં ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્ટાફ મેમ્બરે તેની સાથે છેતરપિંડી કરી હતી. ઉર્ફીએ કહ્યું કે આમાં મારી ભૂલ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના અનોખા ફેશન સ્ટેટમેન્ટ અને શાનદાર સ્ટાઇલ માટે જાણીતી છે. તાજેતરમાં ઉર્ફીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ઓપન કર્યા હતા. ઉર્ફીએ જણાવ્યું કે કેવી રીતે તે એક વખત મોટી છેતરપિંડીનો શિકાર બની હતી અને તેને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
વાસ્તવમાં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો હતો કે એકવાર તેના જ એક સ્ટાફ મેમ્બરે તેની સાથે છેતરપિંડી કરી હતી. ઉર્ફીએ કહ્યું કે આમાં મારી ભૂલ હતી, મેં તેના પર વધુ પડતો વિશ્વાસ કર્યો હતો.
આ દરમિયાન ઉર્ફીએ કહ્યું કે તે સ્ટાફ મેમ્બર વિરુદ્ધ કેસ કરવા માંગતી નથી. ઉર્ફીએ કહ્યું કારણ કે એક સમયે તે મને ખૂબ જ પ્રિય હતો.
વાસ્તવમાં ઉર્ફી જાવેદ પુણે શહેરમાં તેના બહેનના ઘરે આવી હતી. આ અંગે ઉર્ફીએ કહ્યું કે પુણેનો અનુભવ ખૂબ જ મજેદાર હતો. ઉર્ફીએ કહ્યું કે મને જોઈને લોકો પાગલ થઈ ગયા. તે એક અલગ પ્રકારનો અનુભવ હતો.
ચાહકો તરફથી મળેલા પ્રેમ અંગે ઉર્ફીએ કહ્યું હતું કે મેં જે વિચાર્યું હતું તેના કરતાં તે ઘણું વધારે હતું.
બીજી તરફ તેની ફેશન સેન્સને લઇને ટ્રોલ થવા પર ઉર્ફીએ કહ્યું કે તે આની વધુ ચિંતા કરતી નથી
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.