Uorfi Javed Photos: હૉલીવુડ ડીવાથી કમ નથી ઉર્ફી જાવેદ, જુઓ સાડીમાં વિદેશી તડકો લગાવતા નવો એક્સપીરિયન્સ
Uorfi Javed Saree Look: ફરી એકવાર પોતાની નાયાબ સ્ટાઇલની સાથે ઉર્ફી જાવેદે બધાને ચોંકાવ્યા છે. લોકોની નજર સામે ઉર્ફી જાવેદ પોતાનો નવો કાતિલ અંદાજ લઇને આવી છે. તેને આ વખતે સાડીમાં ખાસ પૉઝ આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઇ રાત્રે ઉર્ફી જાવેદ શાન્તનુ નિખિલના સ્ટૉર ઓપનિંગમાં પહોંચી હતી, જ્યાં તેને કાળી સાડી પહેરીને જોવામાં આવી હતી.
ઉર્ફી જાવેદે ગઇ રાત્રે સાડી તો પહેરી હતી, પરંતુ તેનો એક્સપેરિમેન્ટ આ વખતે એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચેલો હતો.
ટ્રેડિશનલ લૂક અપનાવતા ઉર્ફી જાવેદના માથા પર માંગ ટીકો અને બ્લેક સાડી પહેરેલી હતી. તેને બ્લેક સ્ટ્રિપને જ સ્ટૉન્સ લગાવતા બ્લાઉઝમાં કન્વર્ટ કરી લીધુ હતુ.
આ ગ્લેમ આઉટફિટમાં ઉર્ફી જાવેદે પોતાની કમર પર બનેલા ફેધર ટેટૂને પણ ખાસ રીતે ફ્લૉન્ટ કર્યુ છે.
વિન્ગ્ડ લાઇનરની સાથે ન્યૂડ મેકઅપ અને ટાઇટ ચોટલી બનાવીને ઉર્ફી જાવેદ ખાસ પૉઝ આપ્યા હતા, ઉર્ફી જાવેદ અહીં પોતાનો મેકઅપ લૂક ખુબ મિનિમલ રાખ્યો છે.
ઉર્ફી જાવેદે પોતાના લૂકમાં તડકો લગાવતા સાડીમાં થાઇ સિલ્ટ લૂક પણ આપ્યો છે. 6 ઇંચની હીલમાં એક્ટ્રેસે રેડ કાર્પેટ પર ખુબ ગ્લેમર બિખેર્યો છે.
ઉર્ફી જાવેદ માટે ધીમે ધીમે બૉલીવુડના દરવાજા ખુલતા દેખાઇ રહ્યાં છે. ઉર્ફી જાવેદ પોતાના આ બેબાકી લૂક્સ અને હૉટ અંદાજથી બધાને ચોંકાવી દીધા છે.