ટીવી સ્ટારને નથી ઉતર્યો હજુ માલદીવના હનીમૂનનો ખુમાર, બિકીની બાદ હવે શેર કરી આવી તસવીરો
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ દિશા પરમાર (Disha Parmar) થોડાક દિવસો પહેલા હનીમૂન પર પતિ રાહુલ વૈદ્ય (Rahul Vaidya)ની સાથે માલદીવ ગઇ હતી. દિશા ત્યાંથી પાછી આવી ચૂકી છે પરંતુ તેના મગજમાંથી હજુ પણ ત્યાંનો નશો નથી ઉતર્યો. દિશા પરમારે ટ્રિપથી કેટલીક નવી તસવીરો શેર કરી છે જેમાં તે સ્નોર્કલિંગ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appimage 2દિશા પરમાર તસવીરોમાં અંડરવૉટર સ્નોર્કલિંગનો આનંદ ઉઠાવતી દેખાઇ રહી છે. તે રેડ લાઇફ જેકેટ પહેરેલુ છે, દિશાએ આ તસવીરો શેર કરતાં લખ્યું- Being Fishy in the Sea.
ઉલ્લેખનીય છે કે, આનાથી પહેલા દિશા જ્યારે માલદીવ ગઇ હતી તો તેને પિન્ક બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જે ખુબ ઝડપથી વાયરલ થઇ હતી. કેટલીક તસવીરોમાં રાહુલ વૈદ્યની સાથે પણ તેનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો હતો.
દિશા અને રાહુલ આ વર્ષ 16 જુલાઇ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા હતા, લગ્ન બાદ તરત જ વર્ક કમિન્ટમેન્ટના કારણે બન્ને હનીમૂન પર ન હતા જઇ શક્યા.. દિશાને બડે અચ્છે લગતે હૈ 2 માં પ્રિયાનો લીડ રૉલ મળી ગયો હતો અને તે શૂટિંગમાં વ્યસ્ત થઇ ગઇ હતી.
દિશા અને રાહુલ છેલ્લા બે વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં હતા, ગયા વર્ષે જ્યારે રાહુલ બિગ બૉસ 13નો હિસ્સો બન્યો તો તેને નેશનલ ટેલિવિઝન પર દિશાને લગ્ન માટે પ્રપૉઝ કર્યો હતો. આ પછી દિશાએ આ વર્ષે વેલેન્ટાઇન ડેના પ્રસંગે બિગ બૉસના ઘરે જઇને રાહુલની પ્રપૉઝલ સ્વીકાર કરી લીધી હતી અને પછી બન્નેએ ધામધૂમથી લગ્ન કરી લીધા હતા.