Vivian Dsena પર લગાવ્યા હતા ઘરેલુ હિંસાના આરોપ, ડિવોર્સ બાદ Vahbiz Dorabjee ની તબિયત થઇ હતી ખરાબ

એક્ટ્રેસ વાહબિઝ દોરાબજીએ તેમના જીવનમાં ઘણી પીડાનો સામનો કર્યો છે. અભિનેત્રી તેના 4 વર્ષના લગ્નજીવનમાં ખૂબ જ નાખુશ હતી. અહેવાલો અનુસાર, અભિનેત્રી સાથે ઘરેલુ હિંસા પણ થઈ હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
એક્ટ્રેસ વાહબિઝ દોરાબજીએ તેમના જીવનમાં ઘણી પીડાનો સામનો કર્યો છે. અભિનેત્રી તેના 4 વર્ષના લગ્નજીવનમાં ખૂબ જ નાખુશ હતી. અહેવાલો અનુસાર, અભિનેત્રી સાથે ઘરેલુ હિંસા પણ થઈ હતી.
2/8
‘પ્યાર કી એક કહાની’થી લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી વાહબિઝ દોરાબજીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આ શો દ્વારા તેની મુલાકાત Vivian Dsena સાથે થઈ હતી.
3/8
સેટ પર બંનેની અવારનવાર મુલાકાતના કારણે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંનેએ જલ્દી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
4/8
લગ્ન તો થયા પરંતુ ત્રીજા વર્ષે જ વિવિયન અને વાહબિઝ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આવી સ્થિતિમાં બંન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અલગ થયા પછી વાહબિઝ ખૂબ જ નિરાશ હતી, પરંતુ સમસ્યાઓના કારણે તેમણે વિવિયનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
5/8
લગ્નના ચોથા વર્ષે બંનેએ એકબીજાથી છૂટાછેડા લઈ લીધા હતા. જે બાદ વાહબિઝની તબીયત પણ બગડી હતી.
6/8
વાહબિઝ દોરાબજીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે લગ્ન દરમિયાન તે ઘરેલુ હિંસાનો સામનો કરતી હતી. આ કારણે તેણે આ સંબંધમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો.
7/8
સ્પોટબોય અનુસાર, વાહબિઝ દોરાબજીએ કહ્યું હતું કે તેના છૂટાછેડા પછી તે ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. ખરેખર, અભિનેત્રી ડાયાબિટીસનો શિકાર બની હતી. જોકે હવે બધું નિયંત્રણમાં છે.
8/8
વાહબિઝ દોરાબજી હવે વિવિયનની જેમ તેના જીવનમાં આગળ વધી છે. તેણે હાલમાં જ કહ્યું છે કે તે પણ તેના જીવનમાં ખુશ રહેવા માટે બીજી તક શોધી રહી છે. તે બીજા લગ્ન માટે પણ તૈયાર છે.
Sponsored Links by Taboola