Hina Khan અને ઉર્વશી ઢોલકિયાના કારણે કેમ પ્રેશરમાં આવી ગઇ હતી આમના શરીફ, એક્ટ્રેસ આપ્યું ચોંકાવનારુ કારણ
Aamna Sharif: ટીવી એક્ટ્રેસ આમના શરીફે 'કહીં તો હોગા' શોથી દર્શકોને પોતાના ફેન બનાવ્યા હતા. આ શોમાં અભિનેત્રી કશિશ નામની સાદી છોકરીનું પાત્ર ભજવતી હતી, ત્યારબાદ તેણે એકતા કપૂરનો બીજો શો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી આમના શરીફે વર્ષ 2003માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રી એકતા કપૂરના શો ‘કહીં તો હોગા’માં જોવા મળી હતી.
આ શોમાં તેણે આદર્શો ધરાવતી છોકરીની ભૂમિકા ભજવી હતી. તેણે આ વર્ષે ‘કસૌટી જીંદગી કી’ શોમાં કામ કર્યું હતું. તે શ્વેતા તિવારીના શોમાં ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળી હતી.
આ સિવાય અભિનેત્રી કાવ્યાંજલિ અને કુમકુમમાં પણ જોવા મળી હતી.
કેટલાક અન્ય શો પછી અભિનેત્રીએ વર્ષ 2019 માં kasautii zindagii kay 2માં કામ કર્યું હતું. આ શોમાં અભિનેત્રીએ પ્રથમ વખત નકારાત્મક ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ નેગેટિવ રોલ કર્યા બાદ તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી જોવા મળી હતી.
સ્પોટબોયના જણાવ્યા અનુસાર, તેણે એ પણ જણાવ્યું કે આ એપિસોડમાં એક સીન હતો જેમાં તેને એક નવા જન્મેલા બાળકને નુકસાન પહોંચાડવાનું હતું. બાદમાં તે આવા શોટ્સથી પરેશાન થઈ ગઈ હતી.
IANS અનુસાર, તેણે કહ્યું હતું કે ઉર્વશી ઢોલકિયા અને હિના ખાને બંને સીઝનમાં અદભૂક કામ કર્યું હતું. આ કારણે આ ભૂમિકાને લઈને તેના પર મોટી જવાબદારી આવી ગઈ હતી. દર્શકોએ તેણીને ખૂબ પસંદ કરી હતી, આવી સ્થિતિમાં આ કારણે તેના પર એક પ્રકારનું દબાણ આવ્યું હતું.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે