Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બાળપણમાં ભૂખ્યા રહેવું પડતું, કરોડો રૂપિયા કમાનાર Vijay કેવી રીતે બન્યો સાઉથ સુપરસ્ટાર
સાઉથ એક્ટર થલપતિ વિજય (વિજય) હાલમાં ફિલ્મ ‘બીસ્ટ’ને લઇને ચર્ચામાં છે. એકથી વધુ હિટ ફિલ્મો આપનાર વિજય કરોડોની કમાણી કરે છે. માત્ર 10 વર્ષની ઉંમરથી એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહેલ વિજય ખૂબ લોકપ્રિય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજયની સફર સરળ રહી નહોતી. બાળપણમાં ગરીબીમાં ઉછરેલા વિજયનો પહેલો પગાર માત્ર 500 રૂપિયા હતો. આ રિપોર્ટમાં અમે વિજયની સ્ટાર બનવાની શાનદાર સફર વિશે જણાવીએ છીએ.
વિજયે લીડ એક્ટર તરીકે 65 ફિલ્મોમાં કામ કર્યું છે. 10 વર્ષની ઉંમરે વિજયે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. તેણે 1984માં આવેલી ફિલ્મ વેત્રીમાં કામ કર્યું હતું. તેની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ 1996માં આવી હતી. જેનું નામ Poove Unakkaga હતું.. વિજયની સુપર ડુપર હિટ ફિલ્મોમાં સરકાર, માર્શલ, Kaavalan, Nanban, Thuppakki, Kaththi જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
વિજયનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા એસ એ ચંદ્રશેખર તમિલ ફિલ્મ નિર્દેશક છે. તેમની માતા શોભા એક પ્લેબેક સિંગર અને carnatic વોકલિસ્ટ છે. શરૂઆતના દિવસોમાં વિજયના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી.
તેની માતા શોભા સંગીતના કાર્યક્રમોમાં ગાતી હતી. જેમનું દૈનિક વેતન 100 રૂપિયા હતું. આ 100 રૂપિયા પર વિજયનો પરિવાર ચાલતો હતો. જે દિવસે વિજયની માતા ગાતી હતી તે દિવસે પરિવારને ભોજન મળતું હતું. બાકીના દિવસ તે ખાધા વિના પસાર કરતો હતો.વિજયને એક બહેન પણ હતી. જેનું નામ વિદ્યા હતું. જ્યારે વિદ્યા 2 વર્ષની હતી ત્યારે તેનું અવસાન થયું હતું. બહેનના મૃત્યુએ વિજયને શાંત કરી દીધો હતો.
વિજયે તેની બહેનની યાદમાં તેના પ્રોડક્શન હાઉસનું નામ વિદ્યા-વિજય પ્રોડક્શન રાખ્યું છે. વિજયે વિઝ્યુઅલ કોમ્યુનિકેશનની ડિગ્રી પૂર્ણ કરતા પહેલા જ છોડી દીધી હતી કારણ કે તેને અભિનયમાં રસ હતો. 18 વર્ષની ઉંમરે વિજયે ફિલ્મ Naalaiya Theerpuમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વિજયે બોલિવૂડ ફિલ્મમાં કેમિયો કર્યો છે. વિજયે ફિલ્મ રાઉડી રાઠોડના ગીત Chinta Chinta માં કેમિયો કર્યો હતો. વિજયને ગાવાનો પણ ખૂબ શોખ છે.
વિજય પરિણીત છે. તેમની પત્ની શ્રીલંકન તમિલ છે. આ લગ્નથી વિજયને બે બાળકો છે. 2021માં વિજયની કુલ સંપત્તિ 420 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, વિજયે ફિલ્મ બીસ્ટ માટે 100 કરોડ રૂપિયા લીધા હતા. ચર્ચા છે કે વિજય તેની 66મી ફિલ્મ માટે 120-150 કરોડ લઈ રહ્યો છે.