આ રેકોર્ડ બનાવનાર પ્રથમ એક્ટર બન્યો થલપતિ વિજય, આ આઠ ફિલ્મોએ વર્લ્ડવાઇડ 200 કરોડની કરી કમાણી
Thalapathy Vijay Box Office Record: થલપતિ વિજયની ફિલ્મ 'ગોટ' એ માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં 227.26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘ગોટ’ વિજયની આઠમી ફિલ્મ બની છે જેણે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કોઈમોઈના એક રિપોર્ટ અનુસાર, વિજય હવે સાઉથનો પહેલો એક્ટર બની ગયો છે જેના નામે આ રેકોર્ડ નોંધાયો છે. ગોટ સિવાય ચાલો જાણીએ વિજયની તે 7 ફિલ્મો વિશે જે વિશ્વભરમાં 200 કરોડના ક્લબમાં સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમર્સલ- 'મર્સલ' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. ડિરેક્ટર એટલી કુમારની આ ફિલ્મે વિશ્વભરમાં 259 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સરકાર- 'સરકાર'એ વિશ્વભરમાં 253 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.
બિગિલ- વિજયની શાનદાર ફિલ્મોમાં 'બિગિલ' પણ સામેલ છે. બિગિલ 2019 માં રિલીઝ થઈ હતી અને તેણે વિશ્વભરમાં 296 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
માસ્ટર- 'માસ્ટર'નું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 223 કરોડ રૂપિયા હતું. વિજયની આ ફિલ્મ 2021માં રિલીઝ થઈ હતી.
લિયો- 'લિયો' વિજયની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી લિયોએ 607.66 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
બીસ્ટ- 'બીસ્ટ'નું વિશ્વભરમાં 217 કરોડનું કલેક્શન હતું. થલપતિ વિજયની બીસ્ટ 2022માં રીલિઝ થઇ હતી.
વારિસુ- 'વારિસૂ'એ વિશ્વભરમાં 300.98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2023માં થિયેટર્સમાં રીલિઝ થઇ હતી.