Mahi Vij : માહી વિજને ઘરના રસોઈયાએ જ મારી નાખવાની ધમકી આપી, જાણો શું છે બાબત?
Mahi Vij : ફેમસ ટીવી એક્ટર અને સફળ હોસ્ટ જય ભાનુશાળીની પત્ની અભિનેત્રી માહી વિજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે. થોડા દિવસો પહેલા, એક વ્યક્તિ જય ભાનુશાળીના ઘરે કામ કરતો હતો ત્યારે તેણે અભિનેતાની પત્ની માહી વિજને મારી નાખવાની ધમકી આપી હતી. માહીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
માહી વિજે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે તેને નોકર તરફથી ધમકીઓ મળી રહી છે. જોકે, બાદમાં માહીએ આ ટ્વિટ ડિલીટ કરી દીધી હતી. જો કે આ ટ્વીટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ટ્વીટમાં તેણે લખ્યું કે ઘરના રસોઈયાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. માહીએ લખ્યું કે તેની પાસે એક વીડિયો પણ છે. માહીએ પણ એક ઈન્ટરવ્યુમાં આ વિષય પર ખુલીને વાત કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેમના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી રસોઈયા તરીકે કામ કરી રહ્યો હતો.
તેઓને ખબર પડી કે તે રસોઈયો ચોરી કરી રહ્યો હતો. ત્યારબાદ જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે એક મહિનાનો પગાર માંગવાનું શરૂ કર્યું. વિવાદ ત્યાં સુધી વધી ગયો કે તેણે માહીને જાનથી મારી નાખવાની ધમકી આપી
માહીએ કહ્યું કે તેણે જયને જયારે આ વાત કહી અને જ્યારે તે આવ્યો ત્યારે તેણે કૂકને પૈસા ચૂકવ્યા અને તેને કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો. જોકે, તેણે આખા મહિનાના પગારની માંગણી શરૂ કરી હતી. જયે જ્યારે આ અંગે પ્રશ્ન કર્યો તો તેણે 200 બિહારીઓને લાવીને ઊભા કરવાની ધમકી આપી. તેણે અમારી સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. અમે પોલીસ પાસે ગયા અને ઔપચારિક ફરિયાદ નોંધાવી.