એક્ટ્રેસ જ નહીં, આ અભિનેત્રીઓ બિઝનેસ વુમન પણ છે, કોઈ વેંચે છે કોસ્મેટિક્સ, તો કોઈ કપડાં, જુઓ Photos
દીપિકા પાદુકોણ - અભિનેત્રીની 'ઓલ અબાઉટ યુ' નામની પોતાની કપડાંની બ્રાન્ડ છે. આ સિવાય તેણે એપિગામિયા બ્રાન્ડમાં પણ રોકાણ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુષ્મિતા સેન - અભિનેત્રી માત્ર પોતાનું રેસ્ટોરન્ટ જ નથી ચલાવતી પણ દુબઈમાં જ્વેલરીનો શોરૂમ પણ ધરાવે છે. આ સિવાય તે પ્રોડક્શન હાઉસની માલિક પણ છે.
શિલ્પા શેટ્ટી - અભિનેત્રીનું પોતાનું રેસ્ટોરન્ટ છે. આ સિવાય તે હેલ્ધી ફૂડ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.
કેટરિના કૈફ- તમે નાયકા બ્યૂટીના નામથી પરિચિત હશો. કેટરિના આ બ્રાન્ડ સાથે સંકળાયેલી છે અને તેણે “K બ્યુટી” નામની પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી છે.
સની લિયોન - સની લિયોનની પોતાની કોસ્મેટિક બ્રાન્ડ છે. આ સિવાય તેણે સનસિટી નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.
પ્રિયંકા ચોપરા – જેણે બોલિવૂડથી હોલીવુડમાં ધૂમ મચાવી છે, તે પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક રેસ્ટોરન્ટની માલિક છે, અને તેણે હેરકેર બ્રાન્ડ અનોમલી પણ શરૂ કરી છે.
મલાઈકા અરોરા - મલાઈકાએ પોતાનો યોગ સ્ટુડિયો ખોલ્યો છે, આ સાથે તે કપડાંની બ્રાન્ડ લેબલ લાઈફ પણ ચલાવે છે.
જુહી ચાવલા - જુહી ચાવલા IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની માલિક છે.