Bollywood: ગુમનામ જિંદગી જીવી રહી છે 80ના દશકની આ સફળ અભિનેત્રીઓ
આ સફળ કલાકારોની ખ્યાતિ અને લોકપ્રિયતા પણ સમય સાથે ઘટતી જાય છે. 80ના દશકમાં આવી ઘણી અભિનેત્રીઓ હતી, જેમણે પોતાના અભિનય અને સુંદરતાથી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું, પરંતુ સમયની સાથે તેઓ સ્ક્રિન પરથી અચાનક ગૂમ થઇ ગઇ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડની 'જુમ્મા ચુમ્મા' ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી કિમી કાટકર 80ના દાયકાની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક હતી. સેમી-એડલ્ટ ફિલ્મ ટારઝનથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર કિમી, વર્દી, મર્દ કી જુબાન, મેરા લહુ, દારિયા દિલ, ઇરાવાડીયાત, જૈસી કરની વૈસી ભરની, શેરદિલ અને જુલ્મ કી હુકુમત જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ 90 ના દાયકા સુધીમાં, તે ધીમે ધીમે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ અને હવે એક ગુમનામ જીવન જીવી રહી છે.
'કાલા પથ્થર' અને 'ત્રિશૂલ' જેવી ફિલ્મોમાં ઓછા સ્ક્રીન ટાઈમમાં દેખાતી અભિનેત્રી પૂનમ ધિલ્લોન તેના સમયની લોકપ્રિય અભિનેત્રી રહી છે. પૂનમે યશ ચોપરાની ફિલ્મ 'નૂરી'થી લીડ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પૂનમને 80ના દાયકાની સૌથી ક્યૂટ ફેસ એક્ટ્રેસ માનવામાં આવતી હતી. તેણે 90ના દાયકામાં ઘણી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તે બિગ બોસ 3માં પણ જોવા મળી હતી. પરંતુ હવે તે સ્ક્રીનથી દૂર એક ગુમનામ જીવન જીવી રહી છે.
પોતાના સમયની સુંદર અભિનેત્રીઓમાંની એક મીનાક્ષી શેષાદ્રીએ વર્ષ 1983માં ફિલ્મ પેઇન્ટર બાબુથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેમને લોકપ્રિયતા સુભાષ ઘાઈની ફિલ્મ હીરોથી મળી હતી. મીનાક્ષી 80ના દાયકામાં 'મેરી જંગ', 'ડકત', 'જુર્મા', 'શહેનશાહ' અને 'ઘાયલ' જેવી ઘણી ફિલ્મોમાં તેના અભિનયથી પ્રખ્યાત થઈ. 90ના દાયકામાં આવેલી તેમની ફિલ્મ દામિની બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. પરંતુ મીનાક્ષીએ લગ્ન પછી એક્ટિંગથી દૂરી બનાવી લીધી
સુપરહિટ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'માં બાળ કલાકાર તરીકે જોવા મળેલી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી 80ના દાયકાની સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. અભિનેત્રીને તેની માસુમ ચહેરા માટે ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે 15 વર્ષની ઉંમરે ઋષિ કપૂરની સામે નાસિર હુસૈનની ફિલ્મ 'જમાને કો દિખના હૈ'માં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખ ફિલ્મ 'પ્રેમ રોગ'થી મળી. તેમને અનેક ફિલ્મોમાં કરી પરંતુ પદ્મિની કોલ્હાપુરી ધીરે ધીરે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ.
સુપરહિટ ફિલ્મ એક દુજે કે લિયેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ 80 અને 90ના દાયકામાં ઘણી હિટ-સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મો સિવાય તેણે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ લોકોમાં લોકપ્રિય હોવા છતાં અભિનેત્રી આજે ફિલ્મી દુનિયામાં ગુમનામ બની ગઈ છે.