આ બોલિવૂડ સ્ટાર્સના ત્યાં થયો પ્રી-મેચ્યોર બાળકોનો જન્મ, પ્રિયંકા ચોપરાએ છોડી દીધી આશા!!
હાલમાં જ ટીવી સિરિયલ સ્ટાર દીપિકા કક્કરે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અભિનેત્રી લાંબા સમયથી તેના પ્રશંસકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ કરતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની પુત્રીનો જન્મ પ્રી-મેચ્યોર થયો હતો. રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરાની દીકરીનો જન્મ 12 અઠવાડિયા પહેલા થયો હતો. જેના કારણે બેબી માલતીને લાંબા સમય સુધી NICUમાં રાખવામાં આવી હતી.
સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ત્રીજા સંતાન અબરામ ખાનનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. અબરામની ડિલિવરી પણ પ્રી-મેચ્યોર હતી અને તેને લગભગ 1 મહિના સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર જ્યારે અબરામનો જન્મ થયો ત્યારે તેનું વજન માત્ર 1.5 કિલો હતું.
ફિલ્મ નિર્માતા કરણ જોહરના બે બાળકો યશ અને રૂહી પણ પ્રી-મેચ્યોર જન્મ્યા હતા. કરણ જોહરે વર્ષ 2017માં સરોગસી દ્વારા તેના બે સંતાનોને જન્મ આપ્યો હતો. જોકે તેની ડિલિવરી પ્રી-મેચ્યોર હતી. જેના કારણે બંનેને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.
અભિનેત્રી દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથેના લગ્નના દોઢ મહિના બાદ જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીના લગ્ન એપ્રિલ 2021માં થયા હતા જ્યારે જુલાઈ 2021માં તે એક પુત્રની માતા બની હતી. આ તેની પ્રી-મેચ્યોર ડિલિવરી હતી.
અભિનેત્રી માહી વિજ અને જય ભાનુશાળીની પુત્રી તારાનો પણ સમય પહેલા જન્મ થયો હતો. જેના કારણે તેમની પુત્રીને લગભગ એક મહિના સુધી NICUમાં રાખવામાં આવી હતી.
અભિનેત્રી સેલિના જેટલીના ત્રીજા સંતાન આર્થરનો જન્મ પણ પ્રી-મેચ્યોર થયો હતો. જેના કારણે બાળક આર્થરને 2 મહિના સુધી હોસ્પિટલના NICUમાં રાખવો પડ્યો હતો. તે એક મુશ્કેલ તબક્કો હતો