એકતા કપૂર, જોન અબ્રાહમ સહિત આ સ્ટાર્સ તાજેતરમાં થયા છે કોરોનાથી સંક્રમિત, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
દેશમાં કોરોનાનો ખતરો ફરી એકવાર વધવા લાગ્યો છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી દરેક જણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બોલીવુડમાં એક પછી એક ઘણા સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવૂડ ફિલ્મ નિર્માતા એકતા કપૂર કોરોના પોઝિટીવ આવી છે. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાનું જણાવી દેવામાં આવી છે. એકતા કપૂરને કોરોના આવતાં તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે અને તેને મુંબઈ સ્થિત તેના ઘરમાં ક્વોરેન્ટાઇન કરાઈ છે.
જ્હોન અબ્રાહમે સોમવારે સવારે તેના ઈન્સ્ટાગ્રામ દ્વારા એક સ્ટોરી પોસ્ટ કરી અને તેના ચાહકોને માહિતી આપી કે તે કોરોનાનો શિકાર બન્યો છે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની પત્ની પણ કોરોના પોઝિટિવ છે.
થોડા દિવસો પહેલા નોરા ફતેહી અને મૃણાલ ઠાકુર પણ કોરોના પોઝિટિવ મળ્યા હતા.
એકટર અર્જુન કપૂર પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. જેને લઈ તે ટ્રોલ પણ થયો હતો. મલાઇકા અરોરા સાથે તેનું અફેર છે અને બંને ઘણી વખત સાથે જોવા મળી ચુક્યા છે.
બોલીવૂડમાં બેબોના હુલામણા નામે જાણીતી કરીના કપૂર ખાન પણ થોાડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થઈ હતી. અમૃતા અરોરા જેવા મોટા સ્ટાર્સ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.