ઐશ્વર્યાથી લઇને અજય દેવગન સુધીના સેલેબ્સ વિચિત્ર જાહેરાતોના કારણે ફસાઇ ચૂક્યા છે વિવાદોમાં, જુઓ તસવીરો.....
મુંબઇઃ બૉલીવુડના કેટલાય સ્ટાર એવા છે, જે ફિલ્મોની સાથે સાથે જાહેરાતોમાં પણ દેખાય છે. આ જાહેરાતો દ્વારા બૉલીવુડ સેલેબ્સ વાર્ષિક સારી એવી કમાણી પણ કરે છે. જોકે, કેટલીક જાહેરાતોના કારણે આ સેલેબ્સની જબરદસ્ત નિંદા અને ટ્રૉલિંગ પણ કરવામાં આવે છે. આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અજય દેવગન સહિતના કેટલાય સ્ટાર્સ સામેલ છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ............. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2015માં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચને એક જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તે કુપોષિત બાળકોની સાથે છત્રી લઇને ઉભી રહેલી દેખાઇ હતી, આ પછી એશ્વર્યા રાયની જબરદસ્ત નિંદા અને ટ્રૉલિંગ થઇ હતી. બાદમાં આ જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી હતી.(તસવીરો - સોશ્યલ મીડિયા)
પાન મસાલા સાથે જોડાયેલી એક જાહેરાત માટે બૉલીવુડ એક્ટર અજય દેવગનની જોરદાર નિંદા થઇ હતી. આ પછી તે જાહેરાતને ક્યારેય ટેલિકાસ્ટ ન હતી કરવામાં આવી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
તાજેતરમાં જ આલિયા ભટ્ટ માન્યવરની જાહેરાત લઇને ચર્ચામાં આવી હતી. આ જાહેરાતના કારણે તેની ચારેય બાજુ ખુબ નિંદા થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રૉડક્ટના પ્રચાર માટે ધર્મ અને પરંપરાને ઉપયોગ કરવામાં આવ્યો હતો. (તસવીરો - સોશ્યલ મીડિયા)
બૉલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમને એક બ્યૂટી ક્રીમની જાહેરાત કરવા માટે ખુબ ટ્રૉલ કરવામાં આવી હતી. આ જાહેરાતના કારણે યામી લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
તાજેતરમાં જ અજય દેવગનની સાથે શાહરૂખ ખાને પાન મસાલા કંપની માટે જાહેરાત કરી હતી. ત્યારબાદ તેની ખુબ ટ્રૉલિંગ થઇ હતી. આ પહેલા શાહરૂખ ખાનને એક ફેયરનેસ ક્રીમની જાહેરાત કરવા માટે પણ ટ્રૉલ કરવામાં આવી હતી. (તસવીરો - સોશ્યલ મીડિયા)