Bollywood News: પહેલી ફિલ્મ બાદ ન મળ્યું આ એક્ટ્રેસને કોઇ કામ, વડા પાઉં ખાઇને કરવો પડ્યો ગુજારો
આ અભિનેત્રીની પ્રથમ ફિલ્મ ફિલ હિટ રહી હતી પરંતુ તે બાદ બે વર્ષ સુધી બેરોજગાર રહેવું પડ્યું હતું. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ અને તેમને વડાપાવ ખાઈને દિવસો પસાર કરવા પડ્યા.
કલ્કિ કોચલિનની સંઘર્ષ ગાથા
1/10
આ અભિનેત્રીએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે અને પોતાની અભિનય ક્ષમતા પણ સાબિત કરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, પહેલી ફિલ્મ હિટ થયા બાદ પણ તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો. આ અભિનેત્રીને બે વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળ્યું અને તેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તે લોકલ ટ્રેનમાં પણ મુસાફરી કરતી હતી. ચાલો જાણીએ આ કોણ છે આ એક્ટ્રેસ
2/10
અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ કલ્કી કોચલીન છે. કલ્કીએ અનુરાગ કશ્યપની દેવ ડી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં કલ્કીના અભિનયના ખૂબ વખાણ થયા હતા પરંતુ તેને તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો.
3/10
આફ્ટર અવર્સ વિથ ઓલ અબાઉટ ઈવ સાથેના એક ઈન્ટરવ્યુમાં, કલ્કિ કોચલિને જણાવ્યું હતું કે, દેવ ડીની વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી, તેમ છતાં દેવ ડી પછી લગભગ બે વર્ષ સુધી મારી પાસે બીજી કોઈ ફિલ્મ નહોતી. લાંબા સમય બાદ મને ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મ મળી હતી.
4/10
તે બે વર્ષો દરમિયાન, કલ્કીએ થિયેટર તરફ વળ્યા હતા અને તેણીએ જીતેલા 1 લાખ રૂપિયાનો ઉપયોગ કરીને તેમણે એક નાટકનું પ્રોડ્યુસ કર્યું હતું.
5/10
અભિનેત્રીએ કહ્યું કે, તે સમય દરમિયાન હું મારા ખર્ચને સારી રીતે મેનેજ કરતી હતી. કલ્કીએ કહ્યું, "હું વડાપાવમાં ખાઇને ગુજારો કરતી હતી અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી હતી."
6/10
કલ્કીએ તેની જાહેર છબી અને વાસ્તવિક જીવન સંઘર્ષ વિશે પણ ચર્ચા કરી. અભિનેત્રીએ કહ્યું, “લોકો મને ઓળખે છે અને મારો ચહેરો જુએ છે અને દરેક વ્યક્તિ ખરેખર મારાથી પરિચિત છે, પરંતુ પછી તેઓ મને સાર્વજનિક પરિવહનમાં મુસાફરી કરતા જોઈને આશ્ચર્યચકિત થઇને મને જુએ છે.
7/10
કલ્કીએ એ પણ સ્વીકાર્યું કે, તેમણે ઉદ્યોગમાં તેના શરૂઆતના દિવસોથી ઘણી લાંબી મજલ કાપી છે. તેમણે કહ્યું કે, મે એ સમયે માત્ર પૈસા માટે કેટલીક જગ્યાએ કામ કર્યું. ખાસ કરીને કોર્પોરેટ ગીગ્સ જ્યાં તેમને તેમના ચહેરાના કારણે કામ મળતું હતું.
8/10
કલ્કિ કોચલીને અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક ડાર્ક કોમેડી ફિલ્મ દેવ ડી દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં અભય દેઓલ સાથેના તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે અનુરાગ કશ્યપની બીજી ફિલ્મ ધેટ ગર્લ ઇન યલો બૂટ અને લોકપ્રિય નેટફ્લિક્સ શ્રેણી સેક્રેડ ગેમ્સ સીઝન 2 માં પણ તેની પ્રતિભા દર્શાવી હતી.
9/10
યે જવાની હૈ દીવાની અને જિંદગી ના મિલેગી દોબારામાં યાદગાર ભૂમિકાઓ સાથે તેમની કારકિર્દી આગળ વધી.
10/10
કલ્કીએ ઘણા પ્રકારના રોલ કર્યા છે. ફિલ્મો ઉપરાંત, તેણે થિયેટર અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેની વર્સેટિલિટીનું પ્રદર્શન કરીને નોંધપાત્ર છાપ છોડી છે.
Published at : 30 Nov 2024 09:33 AM (IST)