ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને પણ પાછળ રાખીને આ શો બન્યો નંબર વન, જાણો કયા શોની વધી લોકપ્રિયતા
16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધીમાં સૌથી વધુ જોવાયેલા શોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 'મિસમૅચ્ડ 3', 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો', 'બંદિશ બેન્ડિટ્સ 2' અને 'ઠુકરા કે મેરા પ્યાર' જેવા શોનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેક્ષકો પ્રાજક્તા કોલી અને રોહિત સરાફની સીરિઝ 'Mismatched 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. Netflix પર રીલિઝ થયેલા આ રોમેન્ટિક શોને 50 લાખ લોકોએ જોયો છે. આ સાથે શોએ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ને વ્યૂના મામલામાં માત આપી દીધી છે.
'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' આ યાદીમાં બીજા નંબર પર છે. કપિલ શર્માના કોમેડી શોને 4.8 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ શ્રેણી 'ઠુકરા કે મેરા પ્યાર' આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહી. આ શોને 4.6 મિલિયન લોકોએ જોયો હતો.
'બંદિશ બેન્ડિટ્સ 2' 13 ડિસેમ્બરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શો 3.4 મિલિયન વ્યૂઝ સાથે યાદીમાં ચોથા નંબર પર છે.
અમેરિકન સિરીઝ 'બીસ્ટ ગેમ્સ'ને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ શો 19 ડિસેમ્બરે પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયો હતો અને તેને 3.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
Zee5 પર રિલીઝ થયેલી મનોજ બાજપેયીની ફિલ્મ 'ડિસ્પેચ' પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મ 2.7 લોકોએ જોઈ છે.
'કરાટે ગર્લ' એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે. આ લિસ્ટમાં આ શો 2.6 મિલિયન વ્યૂઝ સાથે સાતમા નંબરે છે.