Rana Daggubati સહિત આ એક્ટર સાથે જોડાઇ ચૂક્યુ છે Trisha krishnanનું નામ, 39 વર્ષની ઉંમરમાં પણ છે કુંવારી

ત્રિશા કૃષ્ણન

1/7
સાઉથ સિનેમા અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તેણે 1999માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
2/7
અભિનેત્રી ત્રિશા કૃષ્ણન આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 4 મે, 1983ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેણે 1999માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મોની સાથે સાથે તે તેના અફેર અને સગાઈને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. અહેવાલો અનુસાર, ધનુષ સહિત તેનું નામ ચાર અભિનેતાઓ સાથે જોડવામાં આવ્યું છે જેમાં 'બાહુબલી'ના 'ભલ્લાલદેવ' એટલે કે રાણા દગ્ગુબાતીનો સમાવેશ થાય છે, પરંતુ તેમ છતાં તે 39 વર્ષની ઉંમરે પણ કુંવારી છે.
3/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા કૃષ્ણનનું નામ સાઉથ એક્ટર થલપથી વિજય સાથે જોડાયું હતું. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.
4/7
થલપથી વિજય બાદ ત્રિશા કૃષ્ણનનું નામ બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબટ્ટી સાથે જોડાયું હતું. બંનેના લગ્નને લઈને મીડિયામાં ઘણા સમાચાર આવ્યા હતા. 2006માં કરણ જોહરના શોમાં અભિનેતાએ ત્રિશા સાથેના તેના સંબંધો વિશે કબૂલાત કરી હતી.
5/7
જો કે, જ્યારે રાણા દગ્ગુબટ્ટીએ તેમના સંબંધો વિશે કબૂલાત કરી હતી ત્યારે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
6/7
આ પછી ત્રિશાનું નામ બિઝનેસમેન અને પ્રોડ્યુસર વરુણ મનિયન સાથે જોડાયું. તેમની સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
7/7
જો કે રિપોર્ટ્સ અનુસાર, બાદમાં બંનેની સગાઈ તૂટી ગઈ હતી અને તેનું કારણ અભિનેતા ધનુષ હોવાનું માનવામાં આવે છે. વરુણ પછી અભિનેત્રીનું નામ અન્ય કોઈ સાથે જોડાયું ન હતું. ત્રિશા નયનતારાના પૂર્વ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરે તેવી ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
Sponsored Links by Taboola