ટીવી પર હૉટ સીન આપીને ચર્ચામાં આવેલી આ એક્ટ્રેસે અચાનક એક્ટિંગને કહી દીધુ અલવિદા, હવે પતિ સાથે કરશે આ કામ.......
Aashka_Goradia
1/8
મુંબઇઃ ટીવીની દુનિયામાં સારુ એવુ નામ કમાઇ ચૂકેલી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ એક્ટિંગને અલવિદા કહી દીધુ છે. આશકા ગોરડિયાએ પોતાની કેરિયરમાં લગી તુજસે લગન અને કુસુમ જેવી હિટ ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, પરંતુ હવે તેને ફેન્સને મોટો ઝટકો આપ્યો છે.
2/8
આશકા ગોરડિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને હંમેશા યોગ કરતા પોતાના વીડિયો શેર કરતી રહે છે. તે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર પોતાના પતિની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
3/8
બૉમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂાં તેને કહ્યું- બિઝનેસ મારા લોહીમાં છે, અને એક્ટિંગ તો કિસ્મતથી ચાલી ગઇ. હવે એક્ટિંગને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.જોકે આ ફેંસલો હંમેશા માટે કે અત્યાર માટે એ તો આગળ ખબર પડશે.
4/8
આશકાએ જણાવ્યુ કે, હાલ ભવિષ્યમાં આંતરપ્રિન્યૉરશીપ પર જ ધ્યાન આપશે. જોકે, ફેન્સ તેને ફરી એકવાર ટીવી સ્ક્રીન પર જોવા માગે છે, પરંતુ હવે તેને સ્પષ્ટ કરી દીધુ છે કે હાલ તે આવુ કંઇજ કરવાની નથી.
5/8
આશકાને જ્યારે એક્ટિંગમાંથી બ્રેક લેવાનુ કારણ પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- આંતરપ્રિન્યૉરસીપ જ એ રસ્તો હતો જેને તે મેળવવા માંગતી હતી, બિઝનેસ હંમેશા મારા લોહીમાં રહ્યો છે, અને આ સપનુ મારી પાસે ઘણા સમયથી હતુ. એક્ટિંગ તો એક્ટિંગ તો બાયચાન્સ થઇ ગઇ હતી.
6/8
પોતાની કેરિયરની શરૂઆતને યાદ કરતા આશકાએ કહ્યું- હુ ફક્ત 16 વર્ષની ઉંમરમાં જ મુંબઇ આવી ગઇ હતી, એક્ટિંગમાં કેરિયર બનાવવાની સાથે મારી અંદર બિઝનેસનો એક કીડો પણ હતો. જેને આગળના ભવિષ્યમાં કરવા માંગતી હતી, એટલા માટે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે.
7/8
આશકાએ સ્પષ્ટ કરી દીધુ કે તે પોતાનુ સપનુ પુરુ કરવા માટે હાલ એક્ટિંગથી દુર થઇ રહી છે. એક્ટ્રેસે પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2002માં તે અચાનક 37 વર્ષ બાદથી કરી હતી, આ પછી તેને કેટલીય હિટ ટીવી શૉમાં કામ કર્યુ હતુ.
8/8
આશકા ગોરડિયા હાલ ગોવામાં પોતાના પતિ બ્રેન્ટ ગોબલની સાથે રહે છે. બન્નેએ વર્ષ 2017માં લગ્ન કરી લીધા હતા. છેલ્લે તેને ટીવી સીરિયલ ડાયન (2019)માં જોવામાં આવી હતી, તેને કેટલીય રિયાલિટી શૉમાં પણ ભાગ લીધો હતો.
Published at : 27 Apr 2021 03:20 PM (IST)