રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરની આ એક ભૂલના કારણે તેમની કરિયર થઇ ગઇ ખતમ
તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મરાઠી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે 1980માં શ્રીરામ લાગૂની મરાઠી ફિલ્મ ‘જાકોર’થી કારર્કિદીની શરૂઆત કરી હતી. તે સમયે ઉર્મિલા માત્ર 6 વર્ષની હતી. ત્યારબાદ 1983ની આવેલી ફિલ્મ ‘માસૂમ’ થી તેમને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓળખ મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો બીજી તરફ ઉર્મિલા પણ માત્ર ગોપાલ વર્માની ફિલ્મ જ સાઇન કરતી હતી. તે અન્ય ડાયરેક્ટર સાથે કામ કરવા માટે તે તૈયાર ન હતી. તો બીજી તરફ ગોપાલ વર્માને બોલિવૂડમાં કેટલાક લોકો સાથે 36નો આંકડો હતો. આ કારણે જ તેમને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું અને તેમની કરિયર પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.
રંગીલા ફિલ્મ બાદ ઉર્મિલાની ગોપાલ વર્મા સાથે અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ગોપાલ વર્મા તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરને જ લેવા ઇચ્છતા હતા. તેઓ તેમની દરેક ફિલ્મમાં ઉર્મિલાને જ સાઇન કરતા હતા.
વર્ષ 1989માં ઉર્મિલાએ કમલા હસન સાથે એક્ટ્રેસ તરીકે મલયાલમ ફિલ્મ ‘ચાણક્યન’માં કામ કર્યું. સાઉથ ફિલ્મમાં સફળતા મેળવ્યા બાદ તેમણે શનિ દેઓલ સાથે ફિલ્મ ‘નરસિમ્હા’માં કામ કર્યું. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચમત્કાર’માં કામ કર્યું. જો કે ગોપાલ વર્માની ફિલ્મ રંગીલાએ ઉર્મિલાને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધી. રંગીલા ફિલ્મથી જ બોલિવૂડમાં તેમને આગવી ઓળખ મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -