Urvashi Rautela Pics: વિચારોમાં ગુમ ઉર્વશી રૌતેલા કોની રાહ જોઈને બેઠી છે? ફોટો શેર કરીને કહી દિલની વાત...
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. ઉર્વશીએ પોતાની પ્રતિભા અને સુંદરતાના કારણે ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન હાંસલ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીની પોસ્ટ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આજકાલ ઉર્વશી ઈશારામાં કંઈક કહેવા લાગી છે.
તાજેતરમાં, ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટા પર બેક ટુ બેક ફોટા પોસ્ટ કર્યા છે, પ્રથમ ફોટામાં, અભિનેત્રી ગુલાબી રંગની પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળે છે જેમાં બેડ પર પડેલા ગુલાબ છે.
તે જ સમયે, બીજા ફોટામાં પણ ઉર્વશી તેના કપાળ પર બિંદી સાથે સૂતી જોવા મળે છે. ઉપર બતાવેલ આ બંને ફોટો શેર કરતી વખતે ઉર્વશીએ બે અલગ અલગ ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યા છે.
પહેલો ફોટો શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે- आईना आज फिर रिशवत लेता पकड़ा गया, दिल में दर्द था, और चेहरा हस्ता हुआ पकड़ा गया...
બીજો ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે - मुझे सिर्फ इतना बता दो इंतजार करूं तुम्हारा या फिर बदल जाऊं तुम्हारी तरह....
ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ભારતીય ટીમ પહોંચ્યાના બીજા જ દિવસે બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ ઓસ્ટ્રેલિયા પહોંચી છે.
ઉર્વશીએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી. ઉર્વશીની આ પોસ્ટ બાદ ફરીથી સોશિયલ મીડિયા પર ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત અને ઉર્વશીની ચર્ચા શરુ થઈ ગઈ છે.