ડેટિંગની ખબરો વચ્ચે ડિનર પર સાથે નજર આવ્યા વિક્કી કૌશલ અને કેટરીના, જુઓ તસવીરો
વિક્કી કૌશલ અને કેટરીના પોત-પોતાની ગાડીમાં ડિનર પાર્ટીમાં પહોંચ્યા હતા. તે દરમિયાન કેટરીના વ્હાઈટ આઉટફિટમાં નજર આવી હતી જ્યારે વિક્કી બ્લેક ટીશર્ટમાં હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિક્કી કૌશલ અને કેટરીના પોત-પોતાની ગાડીમાં ડિનર પાર્ટીમાં પહોંચ્યા હતા. તે દરમિયાન કેટરીના વ્હાઈટ આઉટફિટમાં નજર આવી હતી જ્યારે વિક્કી બ્લેક ટીશર્ટમાં હતો.
બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલ વચ્ચે ફરી એકસાથે નજર આવ્યા હતા. કેટરીના અને વિક્કી પ્રોડ્યૂસર આરતી શેટ્ટીને ત્યાં ડિનર પાર્ટીમાં પહોંચ્યા હતા.
વિક્કી કૌશલ અને કેટરીના છેલ્લા ઘણા સયમથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે પરંતુ બન્નેએ આ રિલેશનશિપ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે, વિક્કી અને કેટરીનો હોળી સેલિબ્રેશનનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં વિક્કી કેટરીનાને રંગ લગાવતી નજર આવી રહી છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો બન્નેની ફિલ્મો કોરોના વાયરસના કારણે આગળ લંબાવાઈ છે. કેટરીનાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશી 24 માર્ચે રિલીઝ થવાની હતી પરંતુ તેને પોસ્ટપોન કરવામાં આવી છે. જ્યારે વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહ પણ પોસ્ટપોન કરવામાં આવી છે આ ફિલ્મ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -