Guneet Monga Wedding: એકતા કપૂરથી લઇને સાન્યા મલ્હોત્રા સુધી, ફિલ્મમેકર Guneet Mongaની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પહોંચ્યા આ સ્ટાર્સ
ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા 12 ડિસેમ્બરે સની કપૂર સાથે લગ્ન કરવાના છે. અગાઉ ગુનીતના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં અનેક ફિલ્મ સ્ટાર્સ જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર ગુનીત મોંગા આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચાનો વિષય બની ગયા છે. ગુનીત મોંગા તેના મંગેતર સની કપૂર સાથે 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા ગુનીત મોંગાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે ટ્રેડિશનલ ડ્રેસમાં પહોંચી છે.
આ પાર્ટીમાં હિન્દી સિનેમાની ફેમસ ફિલ્મમેકર એકતા કપૂર પણ પોતાની સ્ટાઈલમાં એન્ટ્રી કરી હતી.
આ સાથે એકતા ગુનીત મોંગા અને ભાવિ પતિ સની કપૂર સાથે ફોટા માટે પોઝ આપતી પણ જોવા મળે છે.
આ સિવાય 90ના દાયકાની પાવરફુલ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ ગુનીતના લગ્ન પહેલા આ પાર્ટીમાં હાજરી આપવા આવી હતી.
અભિનેત્રી મૌની રોય સફેદ સાડીમાં અદભૂત દેખાતી હતી. તેની આ સ્ટાઇલિશ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.
ગુનીત મોંગાના લગ્નના આ પ્રી-ફંક્શનમાં અભિષેક બેનર્જી પણ સૂટ બૂટ પહેરીને પહોંચ્યા હતા.
ગુનીતના લગ્ન પહેલાના સેલિબ્રેશનમાં બી-ટાઉન અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ હાજર રહી હતી.