Priyanka Chopra B'day Pics: પ્રિયંકા ચોપડાએ ફેમિલી અને ફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ, શેર કરી અનદેખી તસવીરો.....
Priyanka Chopra B'day: ગ્લૉબલ સ્ટાર પ્રિયંકા ચોપડા 40 વર્ષની થઇ ગઇ છે. તાજેતરમાં જ તેને પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો છે, પ્રિયંકા ચોપડાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી હતી. હવે પ્રિયંકા ચોપડાએ બર્થડેની અનદેખી તસવીરો શેર કરી છે, જેમાં તે ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપડાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે, તેને આ વર્ષ મેક્સિકોમાં સેલિબ્રેટ કર્યુ. તસવીરમાં પ્રિયંકા ચોપડાની સાથે નિક જોનાસ, પરિણીતિ ચોપડા અને તેની માં મધુ ચોપડા પણ દેખાઇ રહી છે.
પ્રિયંકા ચોપડાએ મસ્તી કરતા ઘણીબધી તસવીરો શેર કરી છે, જે પૉસ્ટ થતાંજ વાયરલ થઇ ગઇ છે.
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની દીકરી માલતી 6 મહિનાની થઇ ગઇ છે. તેને માલતીનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો શેર કરી છે. તસવીરોમાં માલતીનો ચહેરો નથી બતાવવામાં આવ્યો. તેને દીકરીના ચહેરા પર હાર્ટની ઇમૉજી પૉસ્ટ કરી છે.
પ્રિયંકા ચોપડાએ તસવીરો શેર કરતા લખ્યુ- એક છોકરી અને તેની બર્થડે સ્ક્વૉડ. આટલા પ્રેમાળ લોકો સાથે સમય વિતાવવાને લઇને આભારી છું, મારા પ્યારા નિક જોનાસે કમલાનુ સેલિબ્રેશન આયોજિત કર્યુ. સૌથી જન્મદિવસ માટે તમારો આભાર કહેવા માટે મારી પાસે શબ્દો નથી. તમને ખરેખરમાં ખબર છે કે પ્રેમ કઇ રીતે કરાય છે, હું બહુજ ભાગ્યશાળી છોકરી છું.
પ્રિયંકા ચોપડાએ એક ડિનરની તસવીર શેર કરી છે, જેમાં તેની સાથે નિક દેખાઇ રહ્યો છે.
પ્રિયંકા ચોપડા પોતાની ગર્લ ગેન્ગની સાથે મસ્તી કરવાનુ ક્યારેય નથી ભૂલતી. પ્રિયંકાના બર્થડે સેલિબ્રેશનમાં તેની બહેન પરિણીતા ચોપડા પણ સામેલ થઇ હતી.
પ્રિયંકા ચોપડાએ એક ગૃપ તસવીર શેર કરી છે, જેમાં તમામે કલર કૉર્ડિનેશન કર્યુ છે, તમામ પિન્ક અને રેડ આઉટફિટ પહેરેલા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -