IPLની હારનો ગમ ભૂલી પત્ની સાથે ડિનર ડેટ પર નીકળ્યો વિરાટ, સાથે આ ક્રિકેટર કપલ પણ રહ્યું હાજર....
Virat-Anushka Photos: IPL 2024 પુરી થઇ ગઇ છે અને વિરાટ કોહલી-અનુષ્કા શર્મા તેમના મિત્રો સાથે ડિનર પ્લેસ પર સ્પૉટ થયા છે. તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. ખરેખરમાં, ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર વિરાટ કોહલી મંગળવારે રાત્રે પત્ની અનુષ્કા શર્મા, પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર પર ગયા હતા. રેસ્ટૉરન્ટમાંથી બહાર નીકળતા આ ચારેયની તસવીરો વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિનર પછી કોઈએ પૈપરાજી માટે પૉઝ આપ્યો ન હતો. અનુષ્કા પણ પૉઝ આપવાનું ટાળતી હતી. આ દરમિયાન અનુષ્કા ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળી હતી.
અનુષ્કાએ સફેદ શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું. તેણે પેન્સિલ હીલ્સ પણ પહેરી હતી. અનુષ્કાનો આ લૂક સિમ્પલ હતો છતાં ખૂબ જ શાનદાર હતો.
વિરાટ કોહલીના લૂકની વાત કરીએ તો તેણે બ્લેક શર્ટ સાથે બેજ કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું. હંમેશની જેમ આમાં પણ વિરાટ સ્માર્ટ લાગી રહ્યો હતો.
અનુષ્કા શર્મા વિરાટ કોહલીની સૌથી મોટી ચીયરલીડર અને સમર્થક છે. તે IPLની મોટાભાગની મેચોમાં તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.
જ્યારે RCB IPL 2024માંથી બહાર ફેંકાઇ હતી ત્યારે તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. અનુષ્કાનો આવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી પરંતુ તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.