વાયનાડમાં ભૂસ્ખલન બાદ સાઉથ સ્ટાર્સે કરી મદદ, જાણો કોણે કેટલી રકમ કરી દાન?

કેરળના વાયનાડમાં 30મી જૂલાઈની સવાર કુદરતે એવો વિનાશ વેર્યો કે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા હતા અને ઘણા લોકો હજુ પણ ગુમ છે.

ફોટોઃ ABP live

1/7
કેરળના વાયનાડમાં 30મી જૂલાઈની સવાર કુદરતે એવો વિનાશ વેર્યો કે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા હતા અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. એરફોર્સથી લઈને NDRF, SDRF, આર્મી અને પોલીસ સહિતની ઘણી ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આ બધાની વચ્ચે સાઉથના ફિલ્મ સ્ટાર્સે રાહત અને બચાવ કાર્ય માટે મોટી રકમ દાન કરી છે.
2/7
આ સમયગાળા દરમિયાન સેનાના જવાનોએ 1000થી વધુ લોકોને બચાવ્યા છે અને 3000થી વધુ લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. સેંકડો લોકોના મોત પણ થયા છે.
3/7
આ સમય દરમિયાન મદદ માટે ઘણા હાથ ઉભા થયા છે અને સાઉથ સેલેબ્સ આગળ આવ્યા છે અને રાહત ફંડમાં લાખો રૂપિયાનું દાન આપ્યું છે.
4/7
સાઉથ સ્ટાર્સ સૂર્યા અને જ્યોતિકાએ રાહત ફંડમાં 50 લાખ રૂપિયા દાન કર્યા છે જે ઘાયલ અને બીમાર લોકોને મદદ કરશે.
5/7
આ યાદીમાં સાઉથ સ્ટાર કાર્તિનું નામ પણ સામેલ છે. તેણે રાહત ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન પણ કર્યું છે.
6/7
વાયનાડની આવી હાલત જોઈને ચિયાન વિક્રમ પણ ખૂબ દુઃખી થાય છે. તેણે મુશ્કેલ સમયમાં રાહત ફંડમાં 20 લાખ રૂપિયા આપ્યા છે.
7/7
રશ્મિકા મંદાન્નાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. તેણે આ માટે 10 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી છે. રશ્મિકા ગયા અઠવાડિયે જ કેરળ ગઈ હતી, જ્યાં તેણે એક શોપિંગ મોલનું ઉદ્ઘાટન કર્યું હતું.
Sponsored Links by Taboola