બ્લેક પારદર્શક સાડી પહેરીને દીપિકા પાદુકોણ આવી રીતે ઈવેન્ટમાં પહોંચી, જુઓ PHOTOS
Deepika padukone Saree Photos: તેમાં કોઈ શંકા નથી કે દીપિકા પાદુકોણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં કોઈ શંકા નથી કે દીપિકા પાદુકોણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા ક્યાંક જાય અને લોકો તેની સુંદરતાના વખાણ ન કરે, આવું ભાગ્યે જ બને છે.
તાજેતરમાં જ દીપિકા પાદુકોણે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી જેમાં તે એટલી સુંદર દેખાઈ રહી હતી કે જોનારની આંખ અંજાઈ જાય.
આ ઇવેન્ટના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અભિનેત્રી બ્લેક સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. બ્લેકમાં દીપિકાનો લુક વધુ બ્રાઈટ થઈ રહ્યો છે.
ફોટામાં, તમે જોઈ શકો છો કે દીપિકાએ બ્લેક કલરની પારદર્શક સાડી પહેરી છે, જેની સાથે અભિનેત્રીએ ફુલ સ્લીવ્ઝનું સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યું છે.
સાડીની સાથે અભિનેત્રીએ વાળમાં હેર બન બાંધ્યો છે અને એકદમ હળવો મેકઅપ કર્યો છે. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
અભિનેત્રીની ચમકદાર સાડી પોતાનામાં સંપૂર્ણ લાગે છે, તેથી જ અભિનેત્રીએ તેની સાથે વધારે જ્વેલરી પહેરી નથી. અભિનેત્રીએ ન તો કોઈ નેકલેસ પહેર્યો છે કે ન તો કોઈ ભારે ઈયરિંગ્સ.
હંમેશની જેમ, દીપિકાના આ ફોટા અને વીડિયો જોયા પછી પણ ચાહકો તેમની પ્રિય અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી. કેટલાક દીપિકાને રાણી કહી રહ્યા છે તો કેટલાક સૌથી સ્ટનિંગ લેડી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે, જેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.