OTT Releases : જૂનના લાસ્ટ વીકમાં OTT પર રિલીઝ થશે આ ફિલ્મો અને વેબ સીરિઝ, જુઓ યાદી
આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. કોરોનાની મહામારીમાં થિયેટર્સ બંધ થતાં લોકો વેબસીરિઝ તરફ વળ્યાં છે. આ કારણે જ મોટા ગજ્જાને એક્ટર્સ અને એક્ટ્રેસ હવે ઓટીટી પ્લેટફોર્મ પસંદ કરી રહ્યાં છે. તો જૂનના લાસ્ટ વીકમાં રિલીઝ થનાર 11 શોના લિસ્ટ પર એક નજર કરીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુડ ઓન પેપર- આ એક અમેરિકન રોમેન્ટિક કોમેડી છે. જે આ મહિને 23 તારીખે રીલિઝ થશે
ધ નેકડ ડાયરેક્ટર સિઝન2- આ સીરિઝ પણ ખૂબ ચર્ચામાં છે. તેની સેકેન્ડ સિઝનનો દર્શકો આતૂરતાથી ઇંતેજાર કરી રહ્યાં હતા. જે 24 જૂને રિલીઝ થશે
ગોડજિલા સિંગુલર પોઇન્ટ- એ એનિમી ફિલ્મ છે. જેમાં ફેમસ ટાઇટન આપને જોવા મળશે. આ પણ જૂનમાં નેટફિલકસમાં રિલીઝ થશે.
ઘૂપ કી દિવાર- આ એક લવ સ્ટોરી છે. બંને પ્રેમીમાંથી એક ભારતીય અને એક પાકિસ્તાની છે. આ પ્રેમ કહાણીમાં શું શુ મુશ્કેલી આવે છે. તે તેનુ મુખ્ય કથાનક છે. 25 જૂને જી-5 પર રિલીઝ થશે.
ગ્રહણ- આ એક એક એકશન ક્રાઇમ થ્રીલર સીરિઝ છે. જેમાં ધમાકેદાર એકશન જોવા મળશે. 24 જૂને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
Ray- આ સિરીઝ ફેમસ સત્યજીત રેની 4 કહાણીને જોડીને બનાવાય છે. જેમાં મનોજ બાજપેયી, અલી ફઝલ જોવા મળશે. જે 25 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ધ હાઉસ ઓફ ફ્લાવર્સ- આ સીરિઝ એક મેક્સિકન ફિલ્મ પર આધારિત છે. આ તેનો બીજો પાર્ટ છે. આ એક પારાવારિક કહાણી છે. જે 23 જૂને નેટફિલ્કસ પર રીલિઝ થશે
સેક્સ લાઇફ- આ લવ ટ્રાયન્ગલ સ્ટોરી છે.જેમાં એક યુવતીના લગ્ન થાય છે.પરંતુ તે તેમના પહેલા પ્રેમને નથી ભૂલી શકતી. જે 25 જુને નેટફિલક્સ પર રિલીઝ થશે.
ટૂ હોટ ટૂ હેન્ડલ સિઝન 2- આ સીરિઝ ખૂબ જ બોલ્ડ કેન્ટેન્ટવાળી છે. જેમાં કેટલાક કપલની સ્ટોરી એક સાથે બતાવવામાં આવી છે. આ નેટફ્લિક્સ પર 23 જૂને રિલીઝ થશે.
સિસ્ટર્સ ઓન ટ્રેક- આ એક ડોકયુમેન્ટરી સીરિઝ છે. તેમાં બ્રુકલિનની શેફર્ડ બહેનોની કહાણી છે. આ સીરિઝ પણ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.