પાયલટની બિગ બી સાથેની સેલ્ફીએ ખોલ્યું રાજ, અમિતાભ બચ્ચન સાથે રેખા એક જ ફ્લાઇટમાં જોવા મળી

રેખા- અમિતાભ તસવીર વાયરલ

1/7
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને એવરગ્રીન એક્ટ્રેસ રેખાની જોડી છેલ્લી વખત ફિલ્મ સિલસિલામાં જોવા મળી હતી.
2/7
આ ફિલ્મ 1981માં રીલિઝ થઇ હતી. કહેવાય છે કે, આ ફિલ્મ સાથે જ અમિતાભ બચ્ચન અને રેખા અફેરનો અંત આવી ગયો હતો.
3/7
ખબરોનું માનીએ તો ફિલ્મ સિલસિલા બાદ ફિલ્મો અને સાર્વજનિક જીવનમાં રેખા અને અમિતાભ બચ્ચન ક્યારેય સાથે જોવા નથી મળ્યાં.
4/7
જો કે થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી. જે ઘટનાએ સૌ કોઇનું ઘ્યાન તેમના તરફ ખેંચ્યું છે. થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચનનો એક ફોટો થોડા સમય પહેલા વાયરલ થયો હતો,. જેમાં તે ફ્લાઇટમાં પાયલટ સાથે જોવા મળે છે.
5/7
ખાસ વાત એ છે કે, પાયલટે અમિતાભ બચ્ચન સાથે ફોટો ખેંચાવી હતી. જો કે આ ફોટોના બ્રેકગ્રાઉન્ડમાં એવું કંઇક હતું કે, જેના કારણે સૌ કોઇનું ધ્યાન ખેંચાયું.
6/7
ફોટોમાં અમિતાભ બચ્ચનની પાછળની સીટમાં રેખા બેઠેલી જોવા મળી હતી. આટલું જ નહીં રેખા ફોટોમાં મોં છુપાવતી પણ જોવા મળે છે.
7/7
બંને એક ફ્લાઇટમાં પ્રવાસ કરતા હતા જ્યારે જસ્ટ આ ફોટો ક્લિક થયો હતો. તો હવે આપ વિચારતા હશો કે, રેખા અને અમિતાભ હવે સાથે નથી તો આ રીતે કેમ જોવા મળ્યાં. તો આપને જણાવી દઇએ કે, આ સવાલનો જવાબ તો કોઇને નથી ખબર.
Sponsored Links by Taboola