બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ સાથે ફિક્સ થઇ ગયા હતા સલમાન ખાનના લગ્ન, પરંતુ આ બીજી એક્ટ્રેસના કારણે તુટી ગયો સંબંધ......
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાન ભલે અત્યાર સુધી લગ્ન ના કરી શક્યો, પરંતુ તેનુ કેટલીય એક્ટ્રેસ સાથે અફરે રહ્યું છે. આ અભિેનત્રીઓમાં એક નામ છે સંગીતા બિજલાણીનુ, આ એક્ટ્રેસને સલમાનની બીજી ગર્લફ્રેન્ડ માનવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે, સલમાન ખાન સંગીતાને જ્યારે ઓળખતો હતો, તો તે ફિલ્મોમાં પણ નહતો આવ્યો, બન્નેની મુલાકાત એક જિમમાં થઇ હતી, જ્યાં સંગીતા પણ વર્કઆઉટ કરવા જતી હતી. સલમાન તને જોઇને ત્યાં જ ફિદા થઇ ગયો હતો.
સંગીતા બિજલાણીને પણ સલમાન ગમી ગયો હતો, સલમાન તેનાથી પાંચ વર્ષ નાનો હતો. જોત જોતામાં બન્ને બાદમાં સીરિયસ રિલેશનશીપમાં આવી ગયા, અને તેમને લગ્ન કરવાનુ પણ નક્કી કરી લીધુ. બન્નેએ પોતાના ઘરવાળાઓને આ વાત કહી અને બન્નેના ઘરવાળાઓ પણ રાજી થઇ ગયા હતા.
સંગીતા બિજલાણી અને સલમાન ખાનના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતા, અને લગ્નના દિવસો પણ નજીક આવી ગયા હતા, પરંતુ તેમનુ લગ્ન તુટી ગયુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંગીતા બિજલાણીની સાથે રિલેશનશીપમાં હોવા છતાં સલમાન ખાન સોમી અલીની નજીક આવી ગયો હતો, અને આ વાતની જાણ થતાં જ સંગીતા બિજલાણીએ સલમાન સાથે સંબંધો તોડી નાંખ્યા હતા.
વળી, સોમી અલી અને સલમાન ખાન ઘણા સમય સુધી એકબીજાના રિલેશનમાં રહ્યાં હતા, પરંતુ આ બન્નેના સંબંધોની વચ્ચે એશ્વર્યા રાય આવી ગઇ, અને તેમનો સંબંધ તુટી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાને સોમી અલીને છોડીને એશ્વર્યાને પકડી હતી, અને વળી બીજીબાજુ સોમી અલી બ્રેકઅપથી નિરાશ થઇને મિયામી ચાલી ગઇ, જ્યાંથી તે આવી હતી.
તો વળી, બીજીબાજુ સલમાન સાથે બ્રેકઅપ બાદ સંગીતા બિજલાણીએ ઇન્ડિયન ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સાથે લગ્ન કરીને પોતાનુ ઘર વસાવી લીધુ હતુ, પરંતુ તેમના લગ્ન પણ ના ટક્યા, અને બન્ને વચ્ચે તલાક થઇ ગયા હતા.