બોલિવૂડના સુપર સ્ટાર 40 વર્ષથી છે 1bhkના નાનકડા ફ્લેટમાં રહે છે, કારણ જાણી આપને નવાઇ લાગશે
સલમાન ખાન મુંબઇ, બાંદ્રા વેસ્ટમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. આજે બોલિવૂડના સુપરસ્ટાર મોટા મોટા બંગલામાં રહે છે પરંતુ સલમાનને આ નાનકડો ફ્લેટ ખૂબ જ પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન અહી મિત્રો સાથે અને પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરવા આવે છે. સલાનનુ આ ફાર્મ હાઉસ ગ્રાન્ડ પાર્ટી માટે ફેમસ છે.
જો કે સલમાન ખાન પાસે 150 એકરમાં બનેલું એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં ત્રણ બંગલા, એક જિમ અને એક સ્વિમિગ પુલ પણ છે. અહીં પાલતૂ પ્રાણી માટે પણ ઘણી સારી જગ્યા છે.
ફિટનેસનું ખ્યાલ રાખનાર સલમાન ખાનની ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જિમ પણ છે.
સલમાન ખાન પ્રસંગોપાત બાલ્કનીમાં આવીને તેમના ફેન્સની સાથે રૂબરૂ થાય છે. ઇદ દિવાળીના પર્વે બાલ્કનીમાં આવીને ફેન્સને શુભકામના પાઠવે છે.
સલમાન ખાનને આ ફ્લેટ એટલે પ્રિય છે કારણ કે, અહીં તેમણે તેમના ભાઇ અરબાઝ, સુહૈલ અને બહેન અર્પિતા, અલવિરા સાથે બાળપણ વિતાવ્યું છે.
ગેલેક્સી એપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોરમાં સલમાન ખાનના માતાપિતા રહે છે. સલમાન ખાન ખુદ 1 બેડરૂમ કિચન હોલના એપાર્ટમેન્ટમાં રહે છે. સલમાન ખાન વન બીએચકેના ઘરના એલ શેપ લિવિંગ કમ ડાઇનિંગ રૂમમાં એક બાથરૂમમાં રહે છે. અહીં એક નાનકડું કિચન છે, જે ડાઇનિંગ સાથે જોડાયેલ છે.
ગેલેક્સીનો એપાર્ટમેન્ટ બહારથી ખૂબ સિમ્પલ દેખાઇ છે પરંતુ સલમાનખાનનો અંદરથી ફ્લેટ ખૂબ જ સુંદર છે. ફ્લેટની અંદરની તસવીર શાનદાર છે.
સલમાન ખાન બોલિવૂડના સુપર સ્ટાર છે. તે રાતોરાત આલીશાન બંગલો ખરીદી શકે તેટલી શક્તિ સામર્થ્ય ધરાવે છે. જો કે તેઓ તેમ છતાં પણ 40 વર્ષથી આ નાનકડા ગેલેક્સીના ફ્લેટમાં રહે છે.
સલમાન ખાનને આ મકાનથી ખૂબ લગાવ છે. તે કોઇ પણ કિંમત આ નાનકડો ફ્લેટ છોડવા નથી માંગતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -