Year Ender 2022: 'પંચાયત 2'થી લઇને ખાકી ધ બિહાર ચેપ્ટર 'સુધી, આ છે વર્ષ 2022ની લોકપ્રિય વેબ સીરિઝ
Goodbye 2022: આ વર્ષમાં ઘણી મોટી ફિલ્મોની સાથે બ્લોકબસ્ટર વેબ સિરીઝ પણ રિલીઝ થઈ છે. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 'ખાકી ધ બિહાર ચેપ્ટર' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ પહેલા 'પંચાયત 2' થી 'ગુલ્લક 3'એ પણ OTT પર ખૂબ જ ધૂમ મચાવી હતી. જો તમે હજુ સુધી આ સીરિઝ જોઈ નથી, તો અમે તમને આ રિપોર્ટમાં જણાવીશું કે તમે તેને ક્યાં જોઈ શકો છો.
ગુલ્લક સીઝન 3 પણ ઘણી લોકપ્રિય બની હતી. તેમાં એક મધ્યમ વર્ગીય પરિવારની વાર્તા બતાવવામાં આવી છે. તમે તેને Sony LIV પર જોઈ શકો છો.
કર્મ યુદ્ધ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. તે દર્શકોને પણ પસંદ આવી છે. જેમાં સતીશ કૌશિક, પાઓલી ડેમ, આશુતોષ રાણા જેવા દિગ્ગજ કલાકારોનું કામ જોવા મળશે.
દિલ્હી ક્રાઈમ સીઝન 2 સીરીઝની પ્રથમ સીઝન પણ જોરદાર હિટ રહી હતી. 'દિલ્હી ક્રાઈમ સીઝન 2' ને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તમે Netflix પર આ જોઈ શકો છો.
ક્રિમિનલ જસ્ટિસ સિઝન 3 સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી. જેમાં તમને પંકજ ત્રિપાઠીનો શ્રેષ્ઠ અભિનય જોવા મળશે.
ખાકી ધ બિહાર ચેપ્ટર સીરિઝ OTT પર ટ્રેન્ડ કરી રહી છે. તમે તેને Netflix પર સરળતાથી જોઈ શકો છો.
પંચાયત 2 થોડા સમય પહેલા રીલિઝ થઇ હતી. જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તમે Amazon Prime Video પર આ સિરીઝ જોઈ શકો છો.
ટેન્શન વેબ સિરીઝ પણ આ વર્ષે ઘણી હિટ રહી હતી. તમે તેને Sony LIV પર પણ જોઈ શકો છો.
માનવ સિરીઝને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી છે. આમાં તમને મેડિકલ જગતનું કાળું સત્ય જોવા મળશે. તમે Disney Plus Hotstar પર જઈને જોઈ શકો છો.
ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર એક અદ્ભુત વેબ સિરીઝ છે. જે સસ્પેન્સથી ભરપૂર છે. જે પ્રખ્યાત નવલકથા 'સિક્સ સસ્પેક્ટ્સ' પર આધારિત છે. તમે તેને Disney Plus Hotstar પર જોઈ શકો છો.