અનન્યા પાંડે એક ફિલ્મનો લે છે આટલો ચાર્જ, 23 વર્ષની ઉંમરે કરી લીધી છે આટલી બધી કમાણી, ફિલ્મો સિવાય શેમાંથી કરે છે વધુ કમાણી, જાણો
અનન્યા પાંડે
1/6
મુંબઇઃ બૉલીવુડની યંગ એક્ટ્રેસીસમાં સામેલ અનન્યા પાંડે (Ananya Panday)નુ નામ આજકાલ ખુબ ચર્ચામાં છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો)એ અનન્યા પાંડેને પુછપરછ માટે બોલાવી છે, અને તેના ઘરે દરોડા પણ પાડ્યા છે. અનન્યા પાંડે બૉલીવુડની ઝડપથી ઉભરતી એક્ટ્રેસ છે, અને ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહી છે.
2/6
ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડેએ અત્યાર સુધી માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ફિલ્મોમાં સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2, પતિ, પત્નિ ઔર વો 2 અને ખાલી પીલી સામેલ છે. આ ફિલ્મોએ બૉક્સ ઓફિસમાં કોઇ કમાલ નથી કર્યો, છતાં અનન્યા પાંડેની પૉપ્યૂલારિટી ઝડપથી વધી રહી છે.
3/6
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો 23 વર્ષની અનન્યા પાંડેની નેટવર્થ 72 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ેક ફિલ્મમાં કામ કરવાના લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
4/6
ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત અનન્યા પાંડે કેટલીય બ્રાન્ડની એન્ડર્સમેન્ટ દ્વારા સારી એવી કમાણી કરે છે. સોશ્યલ મીડિયાની વાત કરીએ તો એકલા ઇન્સ્ટાગ્રામ પર જ તેના 20.3 મિલિયન ફોલોઅર્સ છે, અને આ ફેન બેઝનો ફાયદો તેને બ્રાન્ડ પ્રમૉશન કરવા પર પણ મળે છે.
5/6
ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને બાળપણથી જ ફિલ્મોમાં એક્ટિંગ કરવાનુ મન હતુ. તે પોતાના પિતાની જેમ જ બૉલીવુડમાં જગ્યા બનાવવા માંગતી હતી. 21 વર્ષની ઉંમરમાં જ તેને સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2થી પોતાનો બૉલીવુડ બ્રેક મળી ગયો અને આ પછી તેને પાછળ વળીને નથી જોયુ.
6/6
અનન્યા પાંડેની આગામી ફિલ્માં વિજય દેવરકોન્ડાની સાથે ફિલ્મ લાઇગર સામેલ છે. આ ઉપરાંત તાજેતરમાં જ તેને એક ફિલ્મ ખો ગયે હમ કયા પર કામ શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને સિદ્વાંત ચતુર્વેદીની સાથે તેની એક અનટાઇટલ્ડ ફિલ્મ સામેલ છે.
Published at : 22 Oct 2021 11:41 AM (IST)