Dhanashree Verma: ચહલની પત્ની ધનશ્રીએ બાથરુમ સેલ્ફી શેર કરી, જોસ બટલર સાથે પણ ફોટો ક્લિક કર્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ધનશ્રી સતત તેના ડાન્સ વીડિયો અને તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે જે વાયરલ થાય છે. ધનશ્રીએ હવે ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે ધનશ્રી વર્માએ બાથરૂમ સેલ્ફી પોસ્ટ કરી છે. ધનશ્રીએ તેની આ તસવીર સાથેના કેપ્શનમાં ચાહકોને સવાલ પણ કર્યો અને પૂછ્યું કે શું બાથરૂમ સેલ્ફી હજુ પણ એક વસ્તુ છે? ઘણો સમય થઈ ગયો છે.
ધનશ્રી વર્માની આ તસવીર જોઈને ચાહકો ફિદા થયા હતા અને કોમેન્ટમાં સુંદર, ક્યૂટ જેવી કોમેન્ટ કરી. જ્યારે એક યુઝરે જીયો ભાભીજી લખ્યું છે.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસ પર હતી અને ધનશ્રી વર્મા યુઝવેન્દ્ર ચહલ સાથે આ પ્રવાસમાં પહોંચી હતી. ધનશ્રી સતત પોતાના ઈંગ્લેન્ડ પ્રવાસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
25 વર્ષીય ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે, તેના ઘણા ડાન્સ વીડિયો વાયરલ થાય છે. યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી સાથે ઘણા ડાન્સ વીડિયો પણ બનાવ્યા છે.
અહિં ધનશ્રી વર્માએ ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન જોસ બટલર સાથે પણ ફોટો ક્લિક કર્યા હતા. આ ફોટો પર ફેન્સે ખુબ લાઈક્સ આપી છે. (તમામ તસવીરો ઈંસ્ટાગ્રામ પરથી લેવાઈ છે.)