Red Fort Violence: જાણો કોણ છે ગેંગસ્ટર લખા સિધાના, રહી ચુક્યો છે કબડ્ડી પ્લેયર
પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલે પહેલા પંજાબ પીપલ્સ પાર્ટી બનાવી હતી. આ પાર્ટી તરફથી સિધાના રામપુરા વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો. જેમાં તેની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. ચૂંટણી દરમિયાન તેના પર ફાયરિંગ પણ થયું હતું, જેમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સિધાનાએ અકાલીદળના મંત્રી પર આરોપ લગાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા થોડા વર્ષોથી તે પંજાબી સત્કાર કમિટી સાથે સંકળાઈને પંજાબી ભાષાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ આ ગેંગસ્ટર પંજાબના યુવકોને મોટા પાયે તેની સાથે જોડી રહ્યો હતો. તેની બે મોંઘી લકઝરી કાર પણ છે.
જેને લઈ ગઈકાલે દિલ્હી પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ખેડૂત નેતાઓ સાથે શું વાતચીત થઈ હતી તેની માહિતી આપવામાં આવી હતી અને ક્યા ખેડૂતો નેતાઓ સામે ફરિયાદ નોંધી તે જણાવ્યું હતું. આ ઉપરાંત દીપ સિદ્ધુ અને ગેંગસ્ટર લખા સિધાના સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.
પંજાબના ભઠિંડાના રહેવાસી લખા સિધાનાનું અંડરવર્લ્ડમાં મોટું નામ છે. તે બાદમાં રાજનીતિમાં આવ્યો અને સમાજસેવાના કામમાં લાગી ગયો હતો. તે કબડ્ડીનો ખેલાડી પણ રહી ચુક્યો છે. તેનું અસલી નામ લખબીર સિંહ છે. તે ડબલ એમએ છે. તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ અને મારપીટના અનેક આરોપો લાગ્યા છે.
25 જાન્યુઆરીએ સિધાનાએ સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનમાં સ્ટેજ પર ચઢીને યુવાઓ ઈચ્છે છે તેવી જ પરેડ થશે તેમ કહ્યું હતું.
દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કર રહેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો આ દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -