ખેડૂતોની પિડા ના જોઈ શકાતાં આંદોલનના સ્થળે જ ગોળી મારીને આપઘાત કરી લેનારા બાબા રામસિંહના લાખો અનુયાયી, ક્યા નામે હતા પ્રખ્યાત ?
નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોને હડાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી થશે. ખેડૂત આંદોલનની વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંત બાબા રામસિંહનો ડેરો કરનાલ જિલ્લામાં સિંગડા ગામમાં છે. તેઓ સિંગડાવાળા બાબાજીના નામથી પ્રખ્યાત હતા. બાબા રામ સિંહ સિંગડા વાળા ડેરા સિવાય દુનિયાના અલગ-અલગ દેશોમાં પ્રવચન કરવા માટે જતા હતા. સંત બાબા રામ સિંહ હંમેશા વિવાદોથી દૂર રહ્યા. તેમણે સામાજિક અને આર્થિક સુધારામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
65 વર્ષના બાબા રામ સિંહ હરિયાણાના કરનાલના રહેવાસી હતા. કહેવાય છે કે હરિયાણા અને પંજાબ સિવાય દુનિયાભરમાં તેમના લાખોની સંખ્યામાં અનુયાયી છે. તેઓ કેટલાંક સિખ સંગઠનોમાં અલગ-અલગ પદો પર રહી ચૂકયા છે.
કરનાલ પાસે નાનકસર ગુરૂદ્વારા સાહિબથી હતા રામસિંહ. રામસિંહએ દિલ્હી-હરિયાણા સ્થિત સિંધુ બોર્ડર પર પોતાને ગોળી મારી છે. રામ સિંહ સુસાઈડ નોટમાં કથિત રીતે લખ્યું, ખેડૂતોનું દુખ જોયું, પોતાના હક માટે રસ્તાઓ પર છે. દિલ ખૂબ જ દુખી થયું, સરકાર ન્યાય નથી કરી રહી, જુલ્મ છે, જુલ્મ કરવુ પાપ છે, જુલ્મ સહન કરવો પણ પાપ છે. કોઈએ ખેડૂતોના હકમાં અને જુલ્મ વિરૂદ્ધ કંઈક કર્યું. ઘણા લોકોએ પુરસ્કાર પરત કરી રોષ વ્યક્ત કર્યો.
સંત બાબા રામ સિંહ ખેડૂત હોવાની સાથે ધાર્મિક ઉપદેશક પણ હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીમાં હતા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમણે શિબિરની પણ વ્યવસ્થા કરી હતી અને ધાબળા પણ વહેંચ્યા હતા.
ખેડૂત આંદોલનની વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -