ન્યૂઝીલેન્ડમાંથી સન્યાસ લઇ ચૂકેલો આ ખેલાડી હવે બીજા દેશની આંતરરાષ્ટ્રીય ટીમમાંથી રમશે ક્રિકેટ મેચો, જાણો શું છે કારણ
દક્ષિણ આફ્રિકાનો રસ્ટી થેરોન અને ડેન પીટે પહેલાથી જ અમેરિકા તરફથી રમવાનો ફેંસલો કરી દીધો છે. મેજર લીગ ટી20 ક્રિકેટને મંગળવારે એક મોટી રાહત મળી, જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સના માલિકોએ આ લીગમાં રોકાણ કરવાની જાહેરાત કરી. આ લીગ 2022થી શરૂ થઇ શકે છે.(ફાઈલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરી એન્ડરસનની મંગેતર અમેરિકાની છે, અને તેના નામ મૈરી શામબર્ગર છે, અને તેને કૉવિડ-19 મહામારીની વચ્ચે મોટા ભાગનો સમય ટેક્સસમાં જ વિતાવ્યો છે, જ્યાં તેની મંગેતર રહે છે. (ફાઈલ તસવીર)
પાકિસ્તાનના ક્રિકેટર સમી અસલમ અને ઇંગ્લેન્ડની વિશ્વ વિજેતા ટીમના ખેલાડી લિયામ પ્લન્કેટ પણ અમેરિકાની રડાર પર છે. (ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડનો સ્ટાર ક્રિકેટર કોરી એન્ડરસન હવે કિવી ટીમમાં નહીં દેખાય, કેમકે તેને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. પરંતુ રિપોર્ટ છે કે કોરી એન્ડરસન હવે અમેરિકાની ક્રિકેટ ટીમ સાથે જોડાશે. તે હવે અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.(ફાઈલ તસવીર)
ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની ઇચ્છા વનડે ટીમનો દરજ્જો મેળવવાની છે, અને એટલા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક્ટિવ ક્રિકેટરોને સામેલ કરવાની કોશિશ કરી રહ્યું છે.(ફાઈલ તસવીર)
29 વર્ષીય કોરી એન્ડરસનના નામે વનડે ક્રિકેટમાં બીજુ સૌથી ફાસ્ટ શતક છે. તે અમેરિકાની મેજર લીગ ટી20 ક્રિકેટથી શરૂઆત કરશે, અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમેરિકાની ટીમમાં જોડાઇ જશે. (ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -