ટેસ્ટી સીરીઝ પહેલા સ્મિથને કઇ વાતની ચિંતા થઇ, ટીમને શું નુકશાન થયુ હોવાની વાત સ્વીકારી, જાણો વિગતે
(ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટીવ સ્મિથે આ અંગે કહ્યું કે સીરીઝમાં ભારત સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ ઓર્ડરના ઉંડાણની પરીક્ષા થશે. સ્મિથ વોર્નરના ના હોવા અને તેના સ્થાન રમવા માટેના ખેલાડીને લઇને ચિંતામાં છે, સ્મિથે સ્વીકાર્યુ કે આને લઇને કાંગારુ ટીમને નુકશાન થયુ છે. (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. એડિલેડ ઓવલમાં પ્રથમ ટેસ્ટથી સીરીઝની શરૂઆત થશે. પરંતુ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, ખરેખરમાં ઓપનિંગ જોડીને લઇને કાંગારુ ટીમમાં સંકટ પેદા થઇ ગયુ છે. (ફાઇલ તસવીર)
સ્મિથે કહ્યું ભારત સામે અમારી બેટિંગની પરીક્ષા થશે, અને કેટલાક નવા ખેલાડીઓ સામે પણ આવશે. સ્મિથે કહ્યું ટીમ વોર્નરના રિપ્લેસમેન્ટ તરીકે ઉસ્માન ખ્વાઝા કે શોન માર્શને નથી લાવતી, અને લાબુશાનેને ઓપનિંગમાં મોકલે છે તો તે નંબર ત્રણ પર બેટિંગ કરવા તૈયાર છે. (ફાઇલ તસવીર)
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ખેલાડીઓ ટેસ્ટી સીરીઝમાંથી બહાર થઇ ચૂક્યા છે. ભારતમાંથી રોહિત શર્મા, ઇશાંત શર્મા, અને રવિન્દ્ર જાડેજા બહાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી વોર્નર, હેઝલવુડ સહિતના ખેલાડીઓ ઇજાના કારણે રમવા માટે શંકાસ્પદ છે. (ફાઇલ તસવીર)
સ્મિથે કહ્યું કે જો વોર્નરની જગ્યાએ નંબર ત્રણ પર બેટિંગ કરનારા માર્નસ લાબુશાનેને ઇનિંગની શરૂઆત કરવા ઓપનિંગમાં મોકલવામાં આવે, તો તે નંબર ત્રણ પર રમવા માટે તૈયાર છે. વિલ પુકવસ્કીને કન્કશનના કારણે રમવુ શંકાસ્પદ છે. તેને પહેલી અભ્યાસ મેચમાં કાર્તિક ત્યાગીનો બૉલ માથા પર વાગતા ઇજા પહોંચી હતી, અને બીજી અભ્યાસ મેચમાં નથી રમવાનો છે. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -