IND Vs AUS Pink Ball Test: ટેસ્ટ મેચમાં સૌથી ઓછા રનનો રેકોર્ડ કયા દેશના નામે, જાણો ભારત કેટલામા ક્રમે
1902માં ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સામે 36 રનમાં ઓલઆઉટ થયું હતું. જે છઠ્ઠા ક્રમનો સૌથી ઓછો સ્કોર છે. 2020માં ભારત ઓસ્ટ્રેલિયા સામે 36 રનમાં ખખડી જતાં ટેસ્ટ ક્રિકેટનો સાતમા ક્રમનો સૌથી ઓછો સ્કોર અને સંયુક્ત રીતે ચોથો સૌછી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. (તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)
Download ABP Live App and Watch All Latest Videos
View In App1899માં સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે 35 રનમાં ઓલઆઉટ થયું હતુ. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ચોથો ઓછો સ્કોર છે. 1932માં પણ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સામે 36 રનમાં ખખડી ગયું હતું. ટેસ્ટ ક્રિકેટમાં પાંચમાં નંબરનો સૌથી ઓછો સ્કોર છે.
જે પછી બીજા ક્રમે સાઉથ આફ્રિકા છે. 1896માં સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે 30 રનમાં ખખડી ગયું હતુ. આ સ્કોર ટેસ્ટ ઈતિહાસનો સૌથી બીજો ઓછો સ્કોર છે. 1924માં પણ સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે માત્ર 30 રનમાં ઓલઆઉટ થતાં ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા ક્રમનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરોનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. 1955માં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડ માત્ર 26 રનમાં તંબુ ભેગુ થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડ 27 ઓવરમાં જ ઓલઆઉટ થયું હતું.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર 36 રનમાં જ સમેટાઇ ગઇ હતી. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થવાની સાથે ભારતીય ઈનિંગનો અંત આવ્યો હતો. જે ભારતનો ટેસ્ટ ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર છે. ભારતનો એક પણ બેટ્સમેને ડબલ ફિગરમાં પહોંચી શક્યો નહોતો. નાઇટ વોચમેન બુમરાહની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય બેટસમેનો પાણીમાં બેસી ગયા હતા.
ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારતના કુલ ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક બન્યા હતા. ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલે સૌથી વધુ 9 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ 8 રન, પૃથ્વી શૉએ 4 રન, વિરાટ કોહલીએ 4 રન, સાહાએ 4 રન, ઉમેશ યાદવે 4 રન, બુમરાહે 2 રન બનાવ્યા હતા. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થતાં ભારતની ઈનિંગનો અંત આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -