ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય
2019 ડિસેમ્બરમાં મેલબર્નમાં રમાયેલી મેચમાં ભારત તરફથી મયંક અગ્રવાલે ડેબ્યૂ કર્યુ હતું. આ મેચમાં 399 રના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા 261 રનમાં સમેટાઈ ગયું હતું. પુજારા, કોહલી, રોહિત શર્માએ શાનદાર દેખાવ કર્યો હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018માં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરના રોજ રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે 31 રનથી જીત મેળવી હતી. પુજારા, રહાણે, બુમરાહ, અશ્વિન, શમી, ઈશાંત શર્માએ શાનદાર દેખાવ કર્યો હતો.
2008માં જાન્યુઆરીમાં પર્થમાં રમાયેલી મેચમાં 72 રનથી હરાવ્યું હતું. ઈરફાન પઠાણ, આરપી સિંહ, સેહવાગ, લક્ષ્મણ, દ્રવિડ, તેડુંલકર આ મેચના હીરો હતા. આ ભારતની ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમતી વખતે માત્ર પાંચમી જીત હતી.
2003માં 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરના રોજ એડિલેડમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતુ. આ મેચમાં દ્રવિડ હીરો હતો. પ્રથમ ઈનિંગમાં 233 અને બીજી ઈનિંગમાં 72 રન બનાવી ભારતને મેચ જીતાડી હતી. જે ભારતની ઓસ્ટ્રેલિયામાં ચોથી ટેસ્ટ જીત હતી.
1981માં 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી દરમિયાન મેલબર્નમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી હતી. જે ભારતનો ઓસ્ટ્રેલિયામાં માત્ર ત્રીજો ટેસ્ટ વિજય હતો. આ મેચમાં કપિલ દેવ, ગાવસ્કર, ચેતન ચૌહાણ, દિલીપ દોષએ શાનદાર દેખાવ કર્યો હતો.
ભારત બીજી ટેસ્ટ જાન્યુઆરી 1978માં જીત્યું હતું. સિડનીમાં 7 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી, 1978 દરમિયાન રમાયેલી મેચમાં ભારત ઈનિંગ અને ર રનથી જીત્યું હતું.
ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ 1977-78માં જીત્યું હતું. મેલબર્નમા રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 222 રનથી હરાવ્યું હતું. સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, ગુડપ્પા વિશ્વનાથ, બિશન સિંહ બેદી, ચંદ્રશેખર આ ટીમના સભ્યો હતો.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે. ભારત ઓસ્ટ્રેલિયામાં રમેલી કુલ ટેસ્ટમાંથી 8 મેચ જીત્યું છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -