તસવીરોઃ હાલતથી મજબૂર મજૂરો આ રીતે કરી રહ્યા છે સ્થળાંતર, કહ્યું- 'પૈસા નથી, જમવાની છે સૌથી મોટી સમસ્યા'
વતન કેમ પરત ફરી રહ્યા છો તેની માહિતી આપતા મજૂરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમજૂરોને ઘરે પહોંચાડવા સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. વતન પરત ફરતી વખતે મજૂરો સામે જમવાની સૌથી મોટી સમસ્યા છે.
કેટલાક મજૂરો તેમના ઘરે પહોંચવા સાઈકલથી સેંકડો કિલોમીટરની સફર કરશે.
ઘરે પરત ફરવા માટે અનેક મજૂરોએ ટ્રેન કે બસની રાહ જોયા વગર પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું છે.
મજૂરોનું કહેવું છે કે કામ ધંધો બંધ હોવાના કારણે આજીવિકા બંધ થઈ ગઈ છે. જેના કારણે મજબૂરીમાં સ્થળાંતર કરવું પડી રહ્યું છે.
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ શરૂ છે. લોકડાઉન વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાંથી મજૂરો હિજરત કરી રહ્યા છે. આ લોકો ભૂખ્યા-તરસ્યા પગપાળા અને સાઇકલ દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા છે. અનેક મજૂરોનું કહેવું છે કે હવે અમારી પાસે જમવાના પૈસા પણ નથી બચ્યા. તેથી અમે હિજરત કરવા મજબૂર છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -