કાર્તિકની કેકેઆર ટીમ યુએઇની આ આલિશાન હૉટલમાં રોકાઈ છે, તસવીરોમાં જુઓ રૂમની અંદરનો નજારો
આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા આઇપીએલ 13ની સિઝનમાં ભાગ લેવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરું, રાજસ્થાન રૉયલ્સ, પંજાબની ટીમો ચૂકી છે. ખાસ વાત છે કે આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, અધિકારીઓને બીસીસીઆઇ દ્વારા જાહેર કરાવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ત્યાં નિયમનુ પાલન કરવુ પડશે.
કેકેઆરની ટીમ આ લક્ઝૂરિયસ હૉટલમાં રોકાઇ છે, કેકેઆરે તસવીરો ટ્વીટ કરતા લખ્યું- કેકેઆરની ટીમ ચૂપકે ચૂપકે અબુધાબીમાં એક રૂમમાં પુરાયેલી છે.
રિપોર્ટ પ્રમાણે દિનેશ કાર્તિકની કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હાલ અબુધાબીમાં આવેલી રીટ્સ કાર્લટૉન ગ્રાન્ડ હૉટલમાં રોકાઇ છે. આ હૉટલ એરપોર્ટની ખુબ નજીક છે. કેકેઆરની ટીમ જ્યાં રોકાઇ છે તે રૂમની અંદરની તસવીરો કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ આઇપીએલની આગામી સિઝન યુએઇમાં રમાનારી છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝીની ટીમો યુએઇ પહોંચી ચૂકી છે, અને હાલ ત્યાં ક્વૉરન્ટાઇન કરી રહી છે. કેકેઆરની ટીમ હાલ યુએઇના અબુધાબીમાં પહોંચી ચૂકી છે. આઇપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમને દિનેશ કાર્તિક લીડ કરી રહ્યો છે. કેકેઆરની ટીમના તમામ સભ્યો હાલ અબુધાબીની એક હૉટલમાં રોકાયા છે. ત્યાના કેટલાક ફોટા વાયરલ પણ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -