બૉર્ડર પાર કરીને ભૂલથી ભારતમાં ઘૂસી હતી બે પાકિસ્તાની છોકરીઓ, સેનાએ પરત મોકલી
શ્રીનગર: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માંથી બે બહેનો રવિવારે સીમા પાર કરી ભૂલથી જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાંથી ભારતમાં ઘૂસી આવી હતી. આ બન્ને છોકરીઓને સોમવારે ચકન દા બાગ ક્રોસિંગ પોઈન્ટથી સ્વદેશ પરત મોકલવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનાએ રવિવારે પુંછ જિલ્લાના ખારી સેક્ટરમાં સરલા પોસ્ટ પાસેથી ભારતની સરહદમાં પ્રવેશ કરતા પકડી પાડી હતી. પકડ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
સૈન્ય પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, પીઓકે ની બે છોકરીઓએ ભૂલથી સીમા પાર કરી જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.
સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બન્ને છોકરીની ઓળખ 17 વર્ષની લાઈબા જબૈર અને 13 વર્ષની સના જબૈર તરીકે કરવામાં આવી હતી. બન્ને બહેનો PoKના કહુટા તાલુકાના અબ્બાસપુર ગામની રહેવાસી છે. સેનાએ બન્ને છોકરીએ સોમવારે પરત મોકલી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -