લૉટરીની ટિકીટ ના વેચાતા ચિંતામાં હતો વેપારી, તે જ ટિકીટે તેને બનાવી દીધો રાતોરાત કરોડપતિ, જાણો દિલચસ્પ કિસ્સો...
ટિકીટો ના વેચાઇ તો શરાફૂદ્દીન ચિંતામાં મુકાઇ ગયો અને તમામ ટિકીટો પોતાની પાસે જ રાખી લીધી, પરંતુ જ્યારે તે ટિકીટને સ્ક્રેચ કરવામાં આવી ત્યારે તેમાંથી કેરલા સરકારની ક્રિસમસ ન્યૂ ઇયર બમ્પર લૉટરી નીકળી. શરાફૂદ્દીને આ લૉટરીમાં લગભગ 12 કરોડ રૂપિયા મળ્યા, અને વેપારી શરાફૂદ્દીન રાતોરાત કરોડપતિ બની ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ શરાફૂદ્દીન કોલ્લમમાં એક નાના ઘરમાં રહે છે, અને તેની સાથે તેની માં, બે ભાઇ, પત્ની અને પુત્ર રહે છે.
ઉલ્લેખનીય છે કે શરાફૂદ્દીન પહેલા સાઉદી આરબમાં કામ કરતો હતો, પરંતુ કેટલીક સમસ્યાઓના કારણે તે કેરાલમાં પરત આવી ગયો હતો. લૉટરીની ટિકીટ જીત્યા બાદ શરાફૂદ્દીને કહ્યું કે તે હવે પોતાનુ એક ઘર બનાવશે.
નવી દિલ્હીઃ માણસની કિસ્મત ક્યારે બદલાઇ જાય છે કંઇ કહી શકાતુ નથી. આવો જ એક કિસ્સો કેરાલા રાજ્યમાંથી સામે આવ્યો છે.
કેરાલાના કોલ્લમમાં લૉટરીનો વેપાર કરનાર એક વેપારી રાતોરાત કરોડપતિ બની ગયો, આ વેપારીનુ નામ શરાફૂદ્દીન છે. શરાફુદ્દીન લૉટરીની ટિકીટો વેચતો હતો, પરંતુ ટિકીટો ના વેચાઇ અને બાદમાં જે બચેલી ટિકીટો હતો, તેમાંથી જ લૉટરી લાગી ગઇ હતી.
કેરાલાના કોલ્લમમાં એક વેપારી રાતો રાત કરોડપતિ બની ગયો, તે પણ માત્ર એક લૉટરીની ટિકીટથી ખાસ વાત છે કે તેને લૉટરીની ટિકીટ ખરીદી ન હતી પરંતુ વેચતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -