Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Calcium Rich Veg Food: આ ખોરાક શરીરમાં કેલ્શિયમની ઉણપને કરશે દૂર, દરરોજ ખાઓ અને બાળકોને પણ ખવડાવો
બદામ જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમે બદામનું સેવન પણ કરી શકો છો. બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.વિટામીન E અને ફાઈબર પણ તેમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજીર સૂકા અંજીરમાં કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. નાસ્તામાં પલાળેલા અંજીર ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
ચિયા-સીડ્સ ચિયાના બીજમાં ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમને વજન ઘટાડવામાં અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. તમે તેને પાણીમાં પલાળીને લઈ શકો છો.
સફેદ ચણા સફેદ ચણામાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પણ જોવા મળે છે. તમે સફેદ ચણાનું શાક અથવા સૂપ બનાવીને ખાઈ શકો છો.
સરસવની ભાજી શિયાળાની ઋતુમાં લીલોતરી સરળતાથી મળી રહે છે. તમે ચણાનું શાક, સરસવનું શાક,સલગમની ભાજી અને પાલક તેમજ અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી પણ કેલ્શિયમનો સ્ત્રોત છે. તમે તેનું સેવન પણ કરી શકો છો.